January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ગાડરીયામાં વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણી, 2247 લાભાર્થીએ કેમ્‍પનો લાભ લીધો

બાળકોથી માંડીને મોટેરાઓને પણ રોગપ્રતિકારક શક્‍તિ વધે તે માટે દવા આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ગાડરીયા ગામમાં બ્રહ્મદેવ મંદિરના પરિસરમાં “One health one family “ની થીમ પર વિશ્વ હોમીયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ એપ્રિલને સોમવારે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પંચાયતની જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદ અધિકારી મનહરભાઈ ચૌધરીની આગેવાનીમાં આયુષ હોમિયોપથીક ઓફિસરોની ટીમે કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. યોગ પ્રાશિક્ષક શિવમ ગુપ્તા અને ગુલાબભાઇ રાઉતે યોગ સબંધિત માહિતી આપી હતી. આઇસીડીએસ શાખા દ્વારા ૧૯ કરતાં વધુ મીલેટસમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રચાર પ્રસાર માટે પેમ્પ્લેટ, નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે આરોગ્યયુક્ત આલ્ફાલ્ફાંના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. જેમો કુલ લાાભાર્થી તરીકે આલ્ફાલ્ફાં ડ્રોપસ ૪૭ બાળકોને, ઈમ્યુનિટી પાવર વધે તે માટે પુખ્ત વયના ૮૪૦ લાભાર્થીઓને આરસેનિક આલ્બમ દવા, ઓ.પી.ડી.માં સાંધાના દુખાવો, ચામડીની બિમારી અને એસીડિટી સહિત અન્ય બિમારીના ૩૮૦ લાભાર્થી, પ્રચાર પ્રસાર પેમ્પ્લેટ ૬૧૦, યોગ પ્રશિક્ષક ૨૦ અને મિલેટ્સ પ્રદર્શનના ૩૫૦ લાભાર્થી મળી કુલ ૨૨૪૭ લાભાર્થીએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આશાબેન(સી.ડી.પી.ઓ), સરપંચ વિશાલભાઈ, માજી સરપંચ નવીનભાઈ, ગામના અગ્રણી સુમનભાઈ, કથાકાર રાકેશભાઈ જોષી, બ્રહ્મદેવ મંદિરના સભ્યો તથા મુખ્ય આયોજક હરીશભાઈ પટેલે હાજરી આપી હતી. સહાયક તરીકે સેવક ભાવેશ ભૂસારા, ઉષાબેન, વર્ષાબેન, અંકિતભાઈ તથા જિનયભાઈએ ખંતથી ફરજ બજાવી હતી.

Related posts

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

Leave a Comment