Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર.ચમારિયા કોમર્સ કૉલેજમાં ચર્ચાસભા તથા ગુજરાતી વિભાગના ઉપક્રમે વર્ષા ગીતોના કાર્યક્રમનું આયોજન થયું હતું.
મોટાપોંઢાની કોલેજના ઇન્ચાર્જ આચાર્ય એસ.યુ.પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ચર્ચાસભાના પ્રમુખ ડૉ. આશાબેન ગોહિલે કર્યું હતું. 30 જેટલાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ અને 15 વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે વર્ષાગીતોનું ગાન તથા પઠન કરાયું હતું. આપણા આદ્યકવિ નરસિંહ મહેતા, બાલમુકુંદ દવે, પ્રહલાદ પારેખ, ઝવેરચંદ મેઘાણી, નાથાલાલ દવે, પ્રદ્યુમ્ન તન્ના, ત્રિભુવન વ્યાસ, નિલેશ રાણા, રમણભાઈ પટેલ, ભગવતીકુમાર શર્મા, હર્ષ બ્રહ્મભટ્ટ, યોગેશ જોશી ઉષા ઉપાધ્યાય, એષા દાદાવાળા ઈત્યાદિ કવિ – કવયિત્રીઓના વર્ષાગીતો પૂજા મહાકાળ, નિરંજના ગાંવિત, ઈશા માહલા, આરતી કટકીયા, પાયલ કળસરિયા, અનિતા પટેલ, મનીષા પટેલ, અમીષા માલે, પ્રિયા પટેલ, પનીતા રોહિત, બ્રિજલ પટેલ, લલિતા બોચલ, નિકિતા પટેલ, આરતી વરઠા તથા અંકિતા ધંધુકિયા દ્વારા રજૂ કરાયેલા આ ગીતોને વર્ષાઋતુમાં માણવાનો અદભૂત લ્હાવો મળ્યો હતો. ગુજરાતી વિભાગના ડૉ. જે.એમ.સોલંકી, પ્રા. એન.એન.પરમાર તથા ડૉ.આશાબેન ગોહિલની સક્રિય ભૂમિકાથી આ કાર્યક્રમ વરસાદી માહોલમાં વર્ષામય બની ગયો હતો.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment