October 24, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

વિકાસઅધિકારીના આદેશ અનુસાર તા.24મીએ કેટલાક ગામોની પ્રક્રિયા પૂર્ણ કરાઈ : મંગળવારે તા.25મીએ બાકીના ગામ આવરી લેવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
તાજેતરમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી પૂર્ણ થઈ હતી તેમાં સરપંચોની સીધી ચૂંટણી થતી હોવાથી જે તે ગામોના સરપંચો જાહેર થઈ ચૂક્‍યા હતા. હવે ગ્રામ પંચાયતોના ઉપ સરપંચોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. એ માટે વાપી તાલુકાના 23 ગ્રામ પંચાયતો માટે તાલુકા વિકાસ અધિકારીએ તા.24-25 જાન્‍યુઆરી નિયત કરી છે તે અંગે જે તે કર્મચારીઓની નિમણૂક પણ કરાઈ છે. આજે તા.24મી સોમવારે કેટલીક ગ્રામ પંચાયતોના ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઈ છે.
વાપી તાલુકાની ઉપ સરપંચોની નિમણૂકનો નિયત કરાયેલ કાર્યક્રમ મુજબ આજે સોમવારે સલવાવ, ચણોદ, મોટી તંબાડી, કુંતા, તરકપારડી, વટાર, લવાછા, ચીભડકચ્‍છ, કરાયા, કવાલ અને દેગામ જેવા ગામોમાં ઉપસરપંચ નિયુક્‍તિ કરી દેવાઈ છે. જ્‍યારે આવતીકાલે તા.25 મંગળવારે નાની તંબાડી, બલીઠા, મોરાઈ, છરવાડા, રાતા, કોચરવા, નામધા, ચંડોર, કોપરલી, કરમખલ, પંડોર, વંકાછ જેવા ગામોમાં ઉપ સરપંચ વરણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. મોટાભાગના ઉપ સરપંચ પેનલનો કોઈ એક ઉમેદવારની નિયુક્‍તિકરાશે.
જેમાં વટાર ગામમાં સરપંચ દિનેશ ગોવિંદ હળપતિ અને ઉપસરપંચ તરીકે ભૂમિકા સંતોષ પટેલે વિધિવત ચાર્જ લીધો હતો.

Related posts

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઉમરગામ નગરપાલિકાના રૂા. ૭.૧ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

Leave a Comment