October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: તા.16 – પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે – બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા થઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ સ્‍પર્ધા તારીખ 1 થી 5 ઓકટોબર સુધી દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલ આણંદ (વડતાલ) ગુજરાત મુકામે યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાતની 19 શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.આ સ્‍પર્ધા ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અને ડી.પી.એસ. બોપલ શાળાની વિદ્યાર્થીઓ વચ્‍ચે યોજાઈ હતી. જેમાં ભારે રસાકસી વચ્‍ચે શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળાની વિદ્યાર્થીનીઓએ ભવ્‍ય વિજય પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિજેતા શાળાની વિદ્યાર્થીનીઓના ગૃપને ટ્રોફી, મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. સમગ્ર ટીમે લગાતાર પાંચ વર્ષ વિજેતા જાહેર થઈ એક ઈતિહાસ રચ્‍યો હતો. જેની ખુશીમાં શાળાના ટ્રસ્‍ટીઓ તથા આચાર્યશ્રીએ અભિનંદન પાઠવી ભવિષ્‍યમાં પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

ડાંગ સુબિરનો તાલુકા વિકાસ અધિકારી 6 હજારની લાંચ લેતા એસીબી વલસાડની ટ્રેનમાં ઝડપાયો

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment