October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

મોબાઈલમાં લુડો એપ્‍લીકેશન ગેમમાં પૈસા વડે જુગાર રમતા 12 જુગારીઓને વાપી ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડયા: રોકડા 7560 અને 3 મોબાઈલ મળી કુલ રૂા.22560 નો સરસામાન કબજે

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી(ચલા),તા.24:
વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન જીઆઈડીસીના ફુવારા સર્કલ પાસેથી મોબાઈલમાં લુડો એપ્‍લીકેશન ગેમમાં પૈસા વડે જુગાર રમતા 12 ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 3 મોબાઈલ અને રૂા.7560 રોકડ મળી કુલ રૂા.22560 કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, વાપી જીઆઈડીસી ફુવારા સર્કલ પાસે, મહેલ પેલેસના પહેલા માળે, પૂનમ રોડ લાઈનની ઓફિસ સામે, ખુલ્લી જગ્‍યામાં કેટલાક ઈસમો જુદા-જુદા કુંડાળુ વળીને જુગાર રમતા હોય જે આધારે પોલીસ ટીમ ઘટના સ્‍થળે પહોંચી રેડ પાડી હતી. જેમાં મોબાઈલ ફોનમાં લુડો ગેમ ચાલુ કરી ફોનની નીચે ચલણી નોટો મૂકી જુગાર રમી રહેલા ઈસમોની અટકાયત કરી નામઠામ પૂછતા (1) સંદિપ રામકરણ મોર્યા (ઉં.27, રહે. રામનગર, છીરી, સાંઈ સૃષ્‍ટિ સોસાયટી, વાપી) (2) ધર્મેન્‍દ્રકુમાર રાજપત નિશાદ (ઉં.25, રહે. બનકંઠા, યુપી) (3) સોનુકુમાર બેજુસીંગ (ઉં.27, રહે. સોમનાથ એપાર્ટમેન્‍ટ, કંચન નગર, છીરી) (4) ચંદ્રસીંગ ભગુ પાલ (ઉં.36, રહે. ભીખમપુર, યુપી) હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે એક મોબાઈલફોન (કિંમત 5 હજાર), અંગઝડતી કરતાા રોકડા રૂ.3810 અને દાવના 500 મળી કુલ રૂા.9210 નો સરસામાન કબજે લીધા હતાં.
બીજા બનાવમાં કુંડાળુ કરીને જુગાર રમતા (1) શિવચંદ્ર ભુલઈરામ યાદવ (ઉં.32, રહે. ટેલિફોન એક્ષચેંજની પાછળ, મનુની ચાલી, વાપી, મૂળ યુપી) (2) અજય નીન્નુરામ નિશાદ (ઉં.29, રહે. થાના, યુપી) (3) ઉપેન્‍દ્ર શ્રીપત રામ (ઉં.28, રહે. ડીસીબી બેંકની પાછળ, લક્ષ્મીનગર, વાપી મૂળ યુપી) (4) દિનેશકુમાર હરીગેન પ્રસાદ (ઉં.36, રહે. શાંતિવન, રમઝાનવાડી, વાપી મૂળ યુપી) ને ઝડપી પાડયા હતાં. તેઓની પાસેથી મોબાઈલ ફોન 1 (કિંમત 5 હજાર), દાવના 200 અને અંગઝડતીના રૂા.690 મળી કુલ 5890 નો સરસામાન કબજે લીધો હતો.
જયારે ત્રીજામાં કુંડાળુ વાળીને જુગાર રમી રહેલા (1) મોહમ્‍મદ સફિક મુસ્‍તાક સીદીકી (ઉં.38, રહે. સરવૈયા નગર, ઈમરાનનગર, વાપી) (2) મોઈન અહમદ હુસેન પઠાણ (ઉં.30, રહે. મુંબઈ) 3) મારૂતી વિઠ્ઠલ ભાલેરાવ (ઉં.45, રહે.મુંબઈ) અને (4) પીરસાબ સાદીક શેખ (ઉં.26, રહે. મુંબઈ) ઝડપાઈ ગયા હતાં. પોલીસે એક મોબાઈલ ફોન 5 હજાર, દાવના રોકડા 400, અંગઝડતીના 2060 મળી કુલ રૂ.7460 કબજે લીધા હતાં. આમ, વાપી ઉદ્યોગનગર પોલીસે એક જ સ્‍થળેથી જુદા-જુદા કુંડાળા વાળી મોબાઈલમાં જુગાર રમી રહેલા 12 જુગારીઓને ઝડપીપાડી રોકડા રૂા.7560 મળી કુલ રૂા.22560 નો સરસામાન કબજે કરી જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

ભારત સરકારના રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના વિભાગ અંતર્ગત સેલવાસ સ્‍પોર્ટ્‍સ કાઉન્‍સિલના સંયુક્‍ત નેજા હેઠળ દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘સેલવાસ સ્‍માર્ટ સીટી’ના સહયોગથી મહિલા ક્રિકેટલીગ-નાઈટ ટુર્નામેન્‍ટનો શુભારંભ

vartmanpravah

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment