March 3, 2026
Vartman Pravah
Otherવાપી

વાપીમાં જાહેરનામાનો ભંગ કરનારા રીક્ષાચાલકો દંડાયા

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.24:
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે તા.22 થી તા.29-1-22 સુધી જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે. જેના અનુસંધાને વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન વાપી ગુંજન સી ટાઈપ ત્રણ રસ્‍તા પાસેથી પસાર થઈ રહેલી રીક્ષા નં. જીજે-15 ટીટી-8323 ને અટકાવી તપાસ કરતા ક્ષમતા કરતા વધુ મુસાફરો ભર્યા હતા અને કેટલાક પેસેન્‍જરોએ માસ્‍ક પણ પહેરેલ ન હતાં. જેથી પોલીસે રીક્ષાચાલકની પૂછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા હતા જેથી પોલીસે રીક્ષાચાલક નખડુ ઘોરફેકન ગુપ્તા (ઉં.50, રહે. છીરી, રામનગર, સુભાષ ચાલી, વાપી મૂળ યુપી) ની અટક કરી હતી. એજ રીતે રીક્ષા નં. જીજે-15 એકસએકસ-1106 માં પણ વધુ મુસાફરો ભરેલ હોય જેથી પોલીસે રીક્ષાચાલક શુભમ અજય રાય (ઉં.24, રહે. છરવાડા, હીરાનગર, પ્રભુનારાયણ ચાલી, વાપી મૂળ યુપી) તથા રીક્ષા નં. જીજે-15 એયુ-4364 રીક્ષાચાલક શિવબચ્‍ચન દૂધનાથ શર્મા (ઉં.36, રહે. રામનગર, ઈમરાન ચાલી, વાપી મૂળ યુપી) નીપણ અટક કરી જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધોરણ ૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

Leave a Comment