October 23, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના વિભાગ અંતર્ગત સેલવાસ સ્‍પોર્ટ્‍સ કાઉન્‍સિલના સંયુક્‍ત નેજા હેઠળ દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘સેલવાસ સ્‍માર્ટ સીટી’ના સહયોગથી મહિલા ક્રિકેટલીગ-નાઈટ ટુર્નામેન્‍ટનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ભારત સરકારના રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના વિભાગ અંતર્ગત સેલવાસ સ્‍પોર્ટ્‍સ કાઉન્‍સિલના સંયુક્‍ત નેજા હેઠળ દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘સેલવાસ સ્‍માર્ટ સીટી’ના સહયોગથી મહિલા ક્રિકેટ લીગ-નાઈટ સ્‍પર્ધાનું આયોજન સેલવાસના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર કરવામાં આવી રહ્યું છે. જેનો શુભારંભ ગઈકાલ તા.5મી ડિસેમ્‍બરના ગુરૂવારથી નગરપાલિકાના શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો. આ ટુર્નામેન્‍ટ 5મી ડિસેમ્‍બરથી 10મી ડિસેમ્‍બર સુધી ચાલશે.
રાત્રી મહિલા ક્રિકેટ લીગમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં (1)દમણ કેપિટલ (2)એસ.એમ.સી.કીંસ (3)સેલવાસ સિલેરિસ (4)ડાર્ક એન્‍જેલ્‍સ (5)દેવકીબા કોલેજ (6)સેલવાસ સુપર કીન (7)સ્‍ટાર વિમેન્‍સ અને (8)દાનહ પોલીસનો સમાવેશ થાય છે.
સ્‍પર્ધાના પ્રારંભમાં નગરપાલિકાના શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલને સ્‍કાઉ્‌ટ ગાઈડ શ્રી યાસ્‍મીન બાબુલે સ્‍કાર્ફ પહેરાવીને સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ વિજેતા અને ઉપવિજેતા ટ્રોફીનું પોલિમર લિમિટેડના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્‍ત રીતે અનાવરણ કરવામાં આવ્‍યું હતું. સામે તમામ મહિલા ખેલાડીઓને શુભકામના પણ પાઠવવામાં આવી હતી. આ અવસરે હેકવાએપ્‍લાયન્‍સેસ અને બીમો કેફે વ્‍યવસ્‍થાપક શ્રી મકબૂલ સૂર્યા, શ્રી રફીક સૈયદ, મીના તંવર, શ્રી રાહુલ શાહ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
હેકવા એપ્‍લાયન્‍સેસ તરફથી પ્‍લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટ માટે સ્‍માર્ટ એલ.ઈ.ડી. ટીવી, સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને બોમ્‍બે સાઈકલ સ્‍ટોર વ્‍યવસ્‍થાપક શ્રી રિયાઝ સરવૈયાની તરફથી સાઈકલ, પિંકી ખેમનાનીની તરફથી તમામ વિજેતા અને ઉપ વિજેતા ખેલાડીઓને બેગની ભેટ આપવામાં આવશે. જ્‍યારે અમી પોલિમર દ્વારા કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશનની અધ્‍યક્ષા મીના તંવરની તરફથી તમામ ખેલાડીઓને મેડલ આપવામાં આવશે. જેમાં ઉપાધ્‍યક્ષ સ્‍તુતિ ગર્ગ, રાજ્‍ય આયોજક આયુક્‍ત ગાઈડ રૂબીના સૈય્‍યદ, શ્રી અજય હરિજન, શ્રી નેહલ કિન્‍યારા, અંજુલ શેખ, સક્રિય સભ્‍ય સોનિયા સિંહ, સ્‍વરૂપા શાહ વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ મહિલા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે આઈકોન કોમ્‍પ્‍યુટર વ્‍યવસ્‍થાપક શ્રી રફીક સૈય્‍યદ, મથુરા સ્‍વીટ્‍સના વ્‍યવસ્‍થાપક પ્રદીપ ભટ્ટ, ક્રેપ્‍સ પાવર અને મહિલા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, ડી.એન.એચ. સ્‍પોર્ટ્‍સ, પી. કોચીન, એન. બંસી, યુનિફોર્મ વ્‍યવસ્‍થાપક પ્રથમેશ લોહાટી અને નીતા લોહાટીનો મુખ્‍ય ફાળો રહ્યો હતો.

Related posts

વાપી આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્‍માન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

પારડી મુખ્‍ય ઓવરબ્રિજ પર કન્‍ટેનર અને ટેમ્‍પા વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

આજે વયનિવૃત્ત થયેલા જિલ્લા માહિતી કચેરી ભરૂચના નાયબ માહિતી  નિયામક અને વલસાડ જિલ્લાના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક અનિલભાઇ બારોટનો નિવૃત્તિ વિદાય સમારોહ વલસાડ ખાતે યોજાયો

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment