July 30, 2025
Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રજાસત્તાક અને નિર્માણ દિવસ નિમિત્તે દીવ ખાતેથી તિરંગો લહેરાવશે

  • દીવ ખાતે 73મા પ્રજાસત્તાક અને ત્રીજા નિર્માણ દિવસની રાજ્‍ય સ્‍તરની થનારી ઉજવણી

    આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આઈએનએસ ખુકરી પી-49, ફીશ અને શાકભાજી માર્કેટ અને હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરનું ઉદ્ધાટન કરશે અનેપ્રધાનમંત્રી આવાસ યોજના અને સૂર્યોદય આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપશે

  • દીવની મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રી કાર્યરત વિકાસ કામોની સમીક્ષા કરશે અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મહત્‍વની બેઠકોનું પણ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.25
આજે કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસકશ્રી પ્રફુલ્લભાઈ પટેલનું દીવ ખાતે આગમન થયું હતું. એરપોર્ટ પર દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાય, પોલીસ મહાનિરીક્ષક શ્રી વિક્રમજીત સિંહ અને અન્‍ય અધિકારીઓએ તેમનું ભવ્‍ય સ્‍વાગત કરી સર્કિટ હાઉસમાં પ્રશાસનના તમામ ઉચ્‍ચ અધિકારીઓએ તેમનું અભિવાદન કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમના દીવ આગમન સમયે આજરોજ સરકીટ હાઉસના ઓડીટોરીયમમાં પ્રશાસનિક અધિકારીઓ સાથે દીવમાં કાર્યરત વિકાસ કામો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે દીવમાં ચાલી રહેલા તમામ વિકાસ પ્રોજેક્‍ટો અને સૂચિત વિકાસ પરિયોજનાઓ અંગે પ્રેજન્‍ટેશન રજૂ કર્યુ હતું. તેમણે પ્રશાસકશ્રી સમક્ષ પ્રેજન્‍ટેશન દ્વારા તમામ વિકાસના પ્રોજેક્‍ટોને ક્રમિક રીતે રજૂ કર્યા હતા.
નોંધનીય છે કે દેશ આઝાદીનો અમળત ઉત્‍સવ ઉજવી રહ્યો છે. આ ક્રમમાં, આવખતે કેન્‍દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ત્રીજા વિલીનીકરણ દિવસે સંઘપ્રદેશ કક્ષાના 73માં પ્રજાસત્તાક દિવસ અને દીવમાં સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, દીવ ખાતે ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ આ પ્રસંગે ધ્‍વજારોહણ કરી પ્રદેશની જનતાને સંબોધશે. તે જ દિવસે, પ્રશાસકશ્રી કચેરીઓની સ્‍વચ્‍છતા સંબંધિત દીવમાં સરકારી કચેરીઓનું પણ નિરીક્ષણ કરશે તેમજ સાંજે 4 વાગ્‍યે ભારતીય નૌકાદળમાંથી સેવામુક્‍ત આઈએનએસ ખુકરી પી-49ની મુલાકાત લેશે અને ત્‍યારબાદ ઔપચારિક પ્રક્રિયા માટે એમ્‍પીથિએથટર જશે.
પ્રશાસક શ્રી સંઘપ્રદેશ સ્‍તરીય 73માં પ્રજાસત્તાક દિવસ અને કેન્‍દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ત્રીજા વિલીનીકરણ દિવસ નિમિત્તે આયોજિત ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ભાગ લેશે.
આ સાંસ્‍કળતિક કાર્યક્રમની પ્રસ્‍તુતિ સ્‍પોટેક દ્વારા કરવામાં આવશે.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તા.27મી જાન્‍યુઆરીના રોજ ડીએમસી ફિશ અને વેજીટેબલ માર્કેટ તથા હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરનું લોકાર્પણ કરશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બુચરવાડામાં બનેલા પાકા-મકાનોની ચાવી લાભાર્થીઓને પ્રદાન કરશે. આ રીતે પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ તેમની મુલાકાત દરમિયાન અનેક જાહેરસુવિધાઓ લોકાર્પણ કરીને નવા વર્ષમાં દીવની જનતાને નવી ભેટ આપવા જઈ રહ્યા છે. તે જ દિવસે, સાંજે 5 કલાકે, વિવિધ એજન્‍સીઓ સાથે બેઠક યોજાશે અને એજન્‍સીઓ દ્વારા વિકાસના પ્રોજેક્‍ટ્‍સ અને સૂચિત પ્રોજેક્‍ટ્‍સ વિશે પ્રેઝન્‍ટેશન આપવામાં આવશે.
ફરીથી તા.28/01/2022 ના રોજ, પ્રશાસક દીવમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્‍ટનું નિરીક્ષણ કરશે અને બીજા દિવસે ડીએમસી અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરશે અને તેમની સમસ્‍યાઓથી રૂબરૂ થશે.
પ્રશાસક પોતાની દીવની મુલાકાત દરમિયાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્‍ટોને નક્કર આકાર આપવાનું કામ કરશે. તેમનું સ્‍વપ્‍ન દાદરા નગર હવેલી અને દમણ-દીવને શ્રેષ્‍ઠ પ્રદેશ બનાવવાની અને તેમના માટે તેઓ હંમેશા સક્રિય રીતે કાર્યરત છે. તેમના અથાક પ્રયાસોના પરિણામને કારણે જ આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ચૌમુખી વિકાસ જોવા મળી રહ્યો છે અને રાષ્‍ટ્રીય સ્‍તરે તેમનો અલગ દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah

Leave a Comment