July 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાદરા નગર હવેલીના સુરંગી ગામે આવેલ સનાતન ટેક્ષટાઇલ લીમીટેડ કંપની દ્વારા વર્કરો સાથે અમાનવીય વ્‍યવહાર અંગે લેબર વિભાગને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સનાતન કંપની મેનેજમેન્‍ટ દ્વારા આદિવાસી વર્કરો સાથે છેલ્લા કેટલાક દિવસથી ભેદભાવ કરવામા આવી રહ્યો છે અને અમારા અધિકારનું હનન કરવામા આવી રહ્યુ છે. આદિવાસી સમાજના સેંકડો વર્કરો સાથે મેનેજમેન્‍ટ દ્વારા અમાનવીય વ્‍યવહાર, ગાળો અને પ્રતાડિત કરી નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકી આપવામા આવી રહી છે અને કેટલાક સાથીઓ ઉપર જુઠા કેસ કરવામા આવ્‍યા છે.
કેટલાક દિવસોથી વર્કરો સાથે નાની નાની વાતોમાં પોલીસ બોલાવી ધમકાવવામા આવી રહ્યા છે અને વર્કરોને માનસિક રીતે હેરાન કરવામા આવી રહ્યા છે.જેથી અંદાજીત બે હજાર વર્કરો કંપની બહાર નીકળી ગયા હતા. તે સમયે પોલીસની ત્રણ ગાડીઓ કંપની પર આવી ધમકાવવામા આવ્‍યા અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવમા આવી રહી છે. આ સમસ્‍યા અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરી યોગ્‍ય ઉકેલ લાવવા માંગણી કરી હતી.

Related posts

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદની માત્ર 4 મહિનામાં જ દિલ્‍હી બદલીઃ પ્રદેશમાં વહેતા થયેલા અનેક તર્ક-વિતર્કો

vartmanpravah

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

Leave a Comment