January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સેલવાસની દમણગંગા નદીમા મંગળવારના રોજ એક મહિલાએ કુદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો જેને એક યુવાને બચાવી એનો જીવ બચાવ્‍યો હતો. જે ઘટનાની જાણ પાલિકા પ્રમુખને થતાં તેઓએ એ યુવાનનુ શાલ ઓઢાડી સન્‍માન કરવામા આવ્‍યુ હતુ.
પોતાના જીવની પરવા કર્યા વિના મહિલાનો જીવ બચાવનાર પૂરણ કુશવાહા અંગે જાણકારી મળતા જ સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણે એમના ઘરે બોલાવી યુવાનને પુષ્‍પગુચ્‍છ આપી શાલ ઓઢાડી સન્‍માનિત કરવામા આવ્‍યો હતો. સાથે સાથે રોકડ રકમ પણ ઈનામ તરીકે આપી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી રાકેશસિંહ ચૌહાણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે એમની પાસેથી કોઈ નિરાશ થઈને જતુ નથી. વાતચીત દરમ્‍યાન યુવાને જણાવ્‍યું હતું કે એની પાસે હાલમાં કોઈ જ કામ નથી જેથી રાકેશસિંહે યુવાનને જલ્‍દી નોકરી અપાવવાનું પણ આશ્વાશન આપ્‍યુ હતુ.સાથે એ પણ જણાવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં કોઈપણ જરૂરત હોય તો નિઃસંકોચ એમનોસંપર્ક કરવો.
શ્રી રાકેશસિંહે જણાવ્‍યું હતું કે, યુવકે મહિલાને બચાવી બહાદુરીનું કામ કર્યું છે. એવા લોકોને હંમેશા પ્રોત્‍સાહન મળવું જોઈએ. જેનાથી લોકો એનાથી પ્રેરણા લઈ મુસીબતમાં એકબીજાની સહાય કરવા આગળ આવે.

Related posts

ડાંગ સુબિરનો તાલુકા વિકાસ અધિકારી 6 હજારની લાંચ લેતા એસીબી વલસાડની ટ્રેનમાં ઝડપાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વાપીમાં કારના કાચ તોડી રૂા.1.50 લાખ રાખેલ બેગની ચોરી : અન્‍ય એક પાર્ક કરેલ કાર સળગી ઉઠી

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

Leave a Comment