Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

પોલીસે શુભમ ઉર્ફે હેપી વિશ્વકર્માની અટક કરી : એ.ટી.એમ. એચ.ડી.એફ.સી. બેંકનું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
વાપી નજીકના લવાછામાં ગત રાત્રે એ.ટી.એમ.ની પાછળ લપાતો-છુપાતો શંકાસ્‍પદ વર્તણૂક કરી રહેલ યુવાનને ડુંગરા પોલીસે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ડુંગરા પોલીસ ગઈકાલ રાત્રે લવાછા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે રોડ ઉપર આવેલ એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમ. પાછળ એક યુવાન શંકાસ્‍પદ હિલચાલ અને વર્તણૂક કરી રહ્યા હતા. પોલીસને શંકા જતા યુવાનની અટક કરી પુછપરછ કરી હતી. શુભમ ઉર્ફે હેપ્‍પી સંજય વિશ્વકર્માના નામની ઓળખ આપી હતી. કરમખલ શાંતિનગર ગ્રાઉન્‍ડ પાસે સુનિતાદેવીની ચાલમાં રહેતો હોવાનું જણાવેલું. પોલીસે જી.પી.એસ. 122 સી કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીહતી.

Related posts

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

Leave a Comment