March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું

  • ભાજપ હાઈકમાન્‍ડની સૂચનાથી રાજીનામું આપ્‍યુ હોવાની બાબુભાઈ પટેલની કબૂલાત

  • દમણ જિલ્લા પંચાયતમાંએક વર્ષ બે મહિના અને ચાર દિવસના કાર્યકાળમાં બાબુભાઈ પટેલે જાળવી રાખેલી પોતાની સ્‍વચ્‍છ અને પ્રમાણિક છબી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી આજે શ્રી બાબુભાઈ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ અને શિસ્‍ત સમિતિના શ્રી બાલુભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં રાજીનામું આપવાની ઘોષણા કરતા ફરી એકવાર રાજકીય ગરમી વધવા પામી છે.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે ભાજપ હાઈ કમાન્‍ડની સૂચનાથી પોતે રાજીનામું આપ્‍યું હોવાની કબૂલાત પત્રકારો સમક્ષ કરી હતી. પ્રદેશ ભાજપની અખબારી યાદીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્‍યું હોવાનું જણાવ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ પટેલ ગત તા.30મી નવેમ્‍બર, ર0ર0ના રોજ ચૂંટાઈ આવ્‍યા હતા. તેમની સ્‍વચ્‍છ અને ઈમાનદાર છબીના કારણે દમણ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મળ્‍યું હતું. શ્રી બાબુભાઈ પટેલે એક વર્ષ બે મહિના અને ચાર દિવસ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પોતાનો વહીવટ કર્યો હતો.
શ્રી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું સ્‍વીકારાયા બાદ વચગાળાની વ્‍યવસ્‍થારૂપે દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ પ્રમુખ તરીકેનોહવાલો સંભાળશે.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

દાનહમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

Leave a Comment