September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: સરીગામના રાજકીય અને પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાકેશભાઈ રાયે એમના જન્‍મદિવસની જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવના સાથે અનોખી રીતે ઉજવણી કરી છે. શ્રી રાકેશભાઈ રાયે જાહેર જીવનમાં રાજકીય સાથેસામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર જોવા મળ્‍યા છે એમણે ભૂતકાળમાં જરૂરીયાતમંદોને મદદરૂપ થાય એવી ઘણી નોંધપાત્ર કામગીરી કરી છે. આ વર્ષે પણ એમના જન્‍મદિવસ નિમિત્તે દિવ્‍યાંગ અને લાચાર વ્‍યક્‍તિઓની મદદરૂપ થવાનું ઉમદા કાર્ય કર્યું છે. સરીગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં રહેતા દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓને પાંચ ટ્રાઈસીકલ અને એક વીલ ચેર ની ભેટ આપી જરૂરિયાત મંદ વ્‍યક્‍તિઓના ચહેરા પર ખુશી લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આ ઉપરાંત પુનાટ ખાતેના અખંડાનંદ આશ્રમમાં જઈ ગુરુના ચરણસ્‍પર્શ કરી આશીર્વાદ મેળવ્‍યા હતા અને આશ્રમમાં ભોજનની વ્‍યવસ્‍થા માટે 300 કિલો અનાજ અને ખાઘ સામગ્રીનું વિતરણ કરી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

vartmanpravah

સરીગામમાં ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

દમણ દાભેલના આંટિયાવાડ તળાવની પાળ ઉપર ન્‍યૂટ્રલમાં ઉભેલી રીક્ષા પાણીમાં ડૂબતાં બહાર કાઢવા ફાયર વિભાગે કરેલી અથાક મહેનત

vartmanpravah

સેલવાસ પોલીસે પીપરીયામાંથી 7 જુગારીયાઓને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment