Vartman Pravah
Breaking Newsદમણદેશ

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

જ્‍મ્‍પોર બીચની સહેલગાહે આવેલા દમણ,વાપી અને લખનઉના પરિવારની પાંચ દિકરીઓ દરિયામાં ન્‍હાવા માટે ગઈ હતી, પરંતુ ભરતીમાં મોટું મોજુ આવતા પાંચે પાંચ દિકરીઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી તેમા એક દિકરીને પરિવાર દ્વારા બચાવી લેવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 03
મોટી દમણના જમ્‍પોર બીચ ખાતે સહેલગાહે આવેલ વાપી, દમણ અને લખનૈના પરિવારની એક ર0 વર્ષિય અને અન્‍ય ચાર છોકરીઓનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્‍યારે એક કિશોરી આઈસીયુ હેઠળ સારવારમાં હોવાની માહિતી મળી છે. આ ઘટનાથી દમણ અને વાપી પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ઈમરાન નગર, સરવૈયા નગર ખાતે રહેલા સલીમભાઈ નામનો વ્‍યક્‍તિ સાથે દમણ અને લખનૌ સહિત ત્રણ પરિવારો મોટી દમણ ઢોલર ખાતે રહેતા તેમના સગા-સંબંધીને મળવા માટે તેમની દિકરી અને તેમની બહેનની દિકરી ગુરુવારના રોજ સાથે આવ્‍યા હતા. મિત્રને મળ્‍યા બાદ સલીમભાઈ મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે દરિયાની સહેલગાહ ખાતે ગયા હતા. પરિવારના અન્‍ય સભ્‍યો બીચ પર હતા ત્‍યારે પાંચ છોકરીઓ સલીમભાઈની દિકરી, તેમની બહેનનીદિકરી, મિત્રની દિકરી અને સગાની દિકરી એમ પાંચ છોકરીઓનું જૂથ બપોરના સમયે જમ્‍પોર બીચ નજીક ખાડીમાં ન્‍હાવા માટે ગયું હતું. ત્‍યારે દરિયાના પાણીની ભરતીમાં મોટુ મોજુ આવતા ચાર તરુણીઓ દરિયાના પાણીમાં ડૂબવા લાગી હતી. જેમાં દમણની રહેવાસી માહિરા કુરેશી (ઉ.વ.11) અને ફિઝા શેખ (ઉ.વફ17), સબીના કુરેશી (ઉ.વ.15) અને ઝૈનબ શેખ (ઉ.વ.20) દરિયામાં ડૂબી ગઈ હતી. જ્‍યારે એક 12 વર્ષની છોકરીને પરિવારના એક સભ્‍ય દ્વારા બચાવી લેવામાં આવી હતી. તણાયેલ તરુણીઓને દરિયાના પાણીમાં બચાવવા માટે જાય તે પહેલા તરુણીઓ દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાનું લોકોએ જણાવ્‍યું હતું. સ્‍થાનિકોએ છોકરીને દરિયાના પાણીમાં બહાર કાઢી નજીક મરવડ હોસ્‍પિટલમાં એમ્‍બ્‍યુલન્‍સ મારફતે લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્‍ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ થતા જ દમણ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ અને પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા ઘટના સ્‍થળે અને મરવડ હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયા હતા અને મૃતકના પરિવારોને સાંત્‍વના આપી હતી.

Related posts

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીની ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલ સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓને જલ્‍દી સુરક્ષિત પરત લાવવામાં પ્રશાસન હરસંભવ પ્રયાસ કરશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

Leave a Comment