December 1, 2025
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દેવકા કોલોનીમાં આવેલી સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશન કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રી-ડીના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા મધ્‍યાહન ભોજન કીટનું આજે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના ઈન્‍ચાર્જ હેડ માસ્‍ટર શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને કોવિડ-19ના પ્રોટોકોલને ધ્‍યાનમાં રાખી રાશન કિટ લેવા આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.
આ મધ્‍યાહન ભોજન રાશન કિટનું નવેમ્‍બર અને ડિસેમ્‍બર એમ બે મહિનાનું રાશન ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું હતું. જેમાં 4.650 કિલો ચોખા, 1 કિલો તુવરદાળ, 1 લિટર તેલ અને 1 કિલો ચણા વગેરે ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી.
આ મધ્‍યાહન ભોજન રાશન કિટ વિતરણમાં કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ અને શાળા વ્‍યવસ્‍થાપન સીમતિ(એસએમસી)ના ઉપ-પ્રમુખ શ્રીમતી બ્રિજલબેન પટેલ, સ્‍કૂલના રાશન કિટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓના વાલીઓને રાશન અર્પણ કર્યુ હતું.આ અવસરે ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ઈન્‍ચાર્જ હેડ માસ્‍ટર શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલે મહેમાનોનું સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, શિક્ષણમાં પૌષ્‍ટીક ભોજનના મહત્‍વ વિશે વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ વિશે પણ ચર્ચા કરી હતી.
સ્‍કૂલની શિક્ષિકા સ્‍વાતીબેન પટેલ અને શિક્ષક શ્રી શિવલાલ વસાવાએ ઉપસ્‍થિત મહેમાન શ્રી શંકરભાઈ પટેલ અને શાળા વ્‍યવસ્‍થાપન સમિતિ(એસએમસી)ના ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજલબેન પટેલનો આભાર માન્‍યો હતો.

Related posts

છેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનો

vartmanpravah

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

વાપીની એલ. જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલ આંતર શાળા વિજ્ઞાન-ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી

vartmanpravah

Leave a Comment