December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી તાલુકાનાં છેવાડાના ગોડથલ ડુંગરી ફળીયા અને માંડવખડક ડુંગરપાડા મળી અંદાજીત 4,000 જેટલી વસ્‍તી ધરાવતો વિસ્‍તાર છે. આ વિસ્‍તારના લોકોને સરકારી કામકાજે, શાળા કોલેજના વિદ્યાર્થીઓને તેમજ નોકરી અર્થે અપડાઉન કરતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બીલીમોરા-પીપલખેડ બસ આ રૂટ ઉપર કાર્યરત હતી. પરંતુ થોડા સમય અગાઉ ખરાબ રસ્‍તાના કારણે બસ ખાડામાં ફસી જતા આ રૂટની બસ સેવા બંધ કરવામાં આવી હતી. જેથી આ રૂટની બસ સેવા શરૂ કરવા માટે બીલીમોરા ડેપો મેનેજરને લેખિત, મૌખિક તેમજ સોશ્‍યલ મીડિયા અને ટેલીફોનીક રજૂઆત કરવા છતાં બસ સેવા શરૂ કરવામાં ન આવતા સરકારી તેમજ કામકાજ અર્થે લોકોને પારાવાર મુશ્‍કેલી વેઠવાની નોબત આવી હતી.
સ્‍થાનિક મોહનભાઇ દેસાઈના જણાવ્‍યાનુસાર બીલીમોરા-પીપલખેડ રૂટની બસ અંગે મે અવાર નવાર લેખિત, મૌખિક બીલીમોરા ડેપોમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી આ બસ સેવા શરૂ કરવામાં આવી નથી.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

vartmanpravah

વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્‍પર્ધામાં જ્ઞાનધામ સ્‍કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્‍યો

vartmanpravah

મધુબન ડેમમાં પાણી આવક વધતા સાત દરવાજા ખોલી નંખાયા : 75 હજાર ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

Leave a Comment