Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતાં ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને સતચંડી મહાયજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
નાની દમણ મસાલ ચોક ખાતે તા.05/02/2022, શનિવાર વસંત પંચમીના પાવન દિને ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતા શ્રી સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે તા.05/02/2022 શનિવારના દિને સવારે 09.00 વાગ્‍યે પ્રારંભ થશે અને સાંજે 05.00 વાગ્‍યે વિરામ લેવાશે.
આ યજ્ઞ પાંચ દિવસ સતત ચાલશે અને યજ્ઞની પુર્ણાહુતી તા.09/02/2022 બુધવાર ખોડિયાર જયંતીના દિને સાંજે 04.30 કલાકે થશે. તા.09/02/2022 બુધવારના દિને ખોડિયાર જયંતિ હોવાથી માતાજીને સવારે 56 ભોગનો અન્નકૂટ મુકવામાં આવશે અને બપોરે 12.00 વાગ્‍યે માતાજીના તાવાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે અને સાંજે ભજનસંઘ્‍યાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
પાંચ દિવસબપોરે 12.00 વાગ્‍યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. માતાજીના માઈ ભક્‍ત ભદ્રેશભાઈ અને ભગવતી સેવા સમિતિ પરિવાર માતાજીના બધા ભક્‍તોને આ ભાગીરત કાર્યમાં આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે અને બધા ભક્‍તોને કોરોના મહામારીને ધ્‍યાને લઈ બધાએ ફરજિયાત માસ્‍ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.

Related posts

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment