Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી સહિત નવસારી જિલ્લાના રોડ કોન્ટ્રાક્ટરો ઍસ.અો.આર. સુધારણાની માંગને લઈ હડતાળ ઉપર

જિલ્લા પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર ઍન.ઍમ.પટેલના જણાવ્યાનુસાર ડામર રોડના કામ કરતા કોઈ ઈજારદારો છેલ્લા બે માસથી ટેન્ડર ભરતા નથી, હાલમાં ઘણાં ટેન્ડરો નીકળ્યા છે પરંતુ ઍકપણ માર્ગનું ટેન્ડર ભરાયું નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.10
ચીખલી સહિત જિલ્લાભરના રોડ કોન્‍ટ્રાક્‍ટરો એસઓઆર સુધારવા સહિતની વિવિધ માંગણી સાથે હડતાળ ઉપર ઉતરી ટેન્‍ડરો નહી ભરતા રૂા.113 કરોડથી વધુના વિકાસના કમાઓ ખોરંભે પડવા પામ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા લાંબા સમયથી રોડ કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા ડામરની ખરીદી, લોખંડની ખરીદી તેમજ એસઓઆર સુધારવા, સેન્‍ટરની પોલીસી કોન્‍ટ્રાક્‍ટરોને મળે,11-મહિનાની ટાઈમ લિમિટ છે.એમ સ્‍ટાર રેટ મળે સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે.2013 ના વર્ષનાએસઓરઆર જે છે તે જ ચાલી રહ્યા છે. છેલ્લા નવ વર્ષથી એસઓઆર બદલાયા નથી અને કેટલીક વસ્‍તુઓના ભાવ તો 2013ના એસઓઆર કરતા ઓછા દર્શાવાયા છે. જેને લઈને કોન્‍ટ્રાક્‍ટરો ને પરવડે તેમ ન હોવાથી આ અંગે કોન્‍ટ્રાક્‍ટરોના સંગઠન દ્વારા સરકારમાં અવાર નવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા છેલ્લા બે માસથી કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા હડતાળ ઉપર ઉતરી ટેન્‍ડરો ભરવામાં ન આવતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં માર્ગ મકાન પંચાયત અને માર્ગ મકાન સ્‍ટેટ ના મળી કુલ 32 જેટલા ટેન્‍ડરો ન ભરવામાં આવતા 113 કરોડ રૂપિયાથી વધુના કામો ખોરંભે પડવા પામ્‍યા છે.જેને લઈને વિકાસના કામોને બ્રેક લાગવા સાથે અનેક ધંધા રોજગારને પણ અસર થવા પામી છે. આ સાથે રાજ્‍યભરમાં 3300 જેટલા ટેન્‍ડરો ન ભરાતા પાંચેક હજાર રૂપિયાના રોડ પુલના કામો ખોરંભે પડી જવા પામ્‍યા છે.
ત્‍યારે વિધાનસભાની સામી ચૂંટણીએ કોન્‍ટ્રાક્‍ટરોની માંગણીઓનો સુખદ ઉલેલ ન આવે તો સતાધારી પક્ષને પણ મોટું નુકશાન થઈ શકે તેવી સ્‍થિતિ વચ્‍ચે ઝડપથી નિરાકરણ આવે તો વિકાસની ગાડી ગતિ પકડે તેમ છે.

જિલ્લા પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર એન.એમ.પટેલના જણાવ્‍યાનુસાર ડામર રોડના કામ કરતા કોઈ ઇજારદારો છેલ્લા બે માસથી ટેન્‍ડરભરતા નથી.હાલે ઘણા ટેન્‍ડરો નીકળ્‍યા છે.પરંતુ એક પણ માર્ગનું ટેન્‍ડર ભરાયું નથી.

Related posts

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વાપીના શિવાલિક હાઈટ્‍સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે

vartmanpravah

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

Leave a Comment