December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.09
ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્રના પ્રમુખ ધીરુભાઈ પટેલ દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબતે નવસારી જિલ્લા કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
લેખિત રજૂઆતમાં જણાવ્‍યા અનુસાર માંગણી કરવામાં આવી હતી કે ગરીબ જનતાને રોજગારી, આરોગ્‍ય, શિક્ષણ પુરુ પાડવાની જવાબદારી સરકારની છે. જે જવાબદારી સરકાર નિભાવતી નથી નવસારી શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો થયેલ હોવા છતાં હટાવવામાં આવતા નથી અને ગેરકાયદેસર આકારણી કરી આપવામાં આવે છે. તેમજ મોટા માથાઓના દબાણોને તંત્ર અને સરકાર છાવરી રહી છે અને નવસારીના કેટલાક વિસ્‍તારોમાં જાહેર માર્ગો ઉપર ધાર્મિકતાના નામે હાટડીઓ ખોલવામાં આવેલ છે. તેને કોઇ હટાવતું નથી. મૌન બનીને તમાશો જોવામાં આવે છે. ગરીબોના પેટીયા ઉપર પાટુ શા માટે બાંધો છો.
વધુમાં જણાવ્‍યા અનુસાર તાજેતરમાં નવસારી વિજલપોર નગપાલિકા આડેધડ લારી ગલ્લા અનેપાથરણા વાળાને હટાવી ગરીબનો સામાન ગેરકાયદેસર રીતે પંચનામાં કર્યા વગર ઉઠાવી જઈ ગરીબ જનતાને નુકસાન પહોંચાડી ગરીબનો સામાન બારોબાર નિકાલ કરી તંત્રના મળતીયાઓ રોકડી કરી કલેકટર કચેરી લે છે અને ગરીબને પડતા ઉપર પાટુ મારી દંડ પણ કરવામાં આવે છે આતો કયાંનો ન્‍યાય? હોવાનું જણાવ્‍યું હતું.
લારી ગલ્લા વાળા અને પાથરણા વાળા બે ટંકના ભોજન માટે રોજગારી કરી રહયા છે. તંત્ર અને સરકાર રોજગારી આપી શકતી નથી. ત્‍યારે સરકાર અને તંત્ર રોજગારી બાબતે જાગે તેમજ સંવેદનશીલ બને માત્ર સંવેદનશીલ હોવાના ઢોંગ છોડી દે અને લારીઓ, ગલ્લાઓ અને પાથરણા દંડ કર્યા વગર કોરોના કાળની સ્‍થિતીમાં પરત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા લારી ગલ્લા હટાવવાનું જે અભિયાન ચલાવવામાં આવી રહયુ છે. તે ગરીબોના હિતમાં ન હોય બેરોજગારી પેદા કરનારું હોય, ગુનાખોરીને પ્રોત્‍સાહન આપનાર હોય તાત્‍કાલિક ધોરણે આવા અભિયાનને અટકાવવાની અમારી માંગ કરવામાં આવી છે. ઉપરાંત લારી ગલ્લા વાળા અને પાથરણા વાળાને નગરપાલિકા પણ હેરાન કરે, પોલીસ પણ હેરાન કરે તો આ ગરીબોએ જવું કયાં? તેમને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપશો એવી પણ માંગમૂકવામાં આવી છે.
નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્‍તારમાં લારી ગલ્લા અને પાથરણાથી રોજગારી મેળવતા લોકોની યાદી બનાવવા અને નિષ્‍પક્ષ રીતે આવી રીતે રોજગારી મેળવવા માંગતા લોકોની નોંધણી કરાવી દરેકને લારી નંબર આપી લારીઓની યોગ્‍ય જગ્‍યાએ ગોઠવણ કરાવી તાત્‍કાલિક રોજગાર આપવા અમારી માંગ છે. ગરીબોના અવાજને સમજી શકશો એવી આશા વ્‍યક્‍ત કરતા ગરીબોની રોજગારી સબંધે તાત્‍કાલિક કાર્યવાહી કરવા અને યોગ્‍ય માંગ સ્‍વીકારવામાં નહી આવે તો ગરીબ જનતા સત્‍યાગ્રહના માર્ગે જશે અને તે માટ તંત્ર જવાબદાર રહેશે હોવાનું લેખિત રજૂઆતમાં જણાવાયું હતું.

Related posts

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

અતુલ હાઈવે ઉપર સુરત મહાનગર પાલિકાના કર્મચારી સહિત કારમાં દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સ એન્‍ડ પોલિટિકલ સાયન્‍સથી માસ્‍ટરની ડીગ્રી પ્રાપ્ત કરતા ખાનવેલ ગ્રામ પંચાયતે કુ. પ્રિયા અને કુ. પ્રિયંકા ભીમરાના સન્‍માનમાં જાહેર રસ્‍તા ઉપર અભિનંદન આપતા લગાવેલા હોર્ડિંગ

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment