Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

લેખક અને પ્રખર વક્તા અજય ઉમટ અને ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને ઇન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર ઉપસ્થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા આગામી તા.૧૧ જૂન ૨૦૨૩ ના રોજ ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે.
વલસાડ શહેરના પત્રકારો દ્વારા ચાલતી અને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા યોજવામાં આવે છે. પત્રકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી આ પ્રતિયોગિતામાં વલસાડ જિલ્લાના પત્રકારો પાસેથી ન્યુઝ સ્ટોરીઓ મંગાવી મીડિયાક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્વાન જજો દ્વારા જુદી જુદી કેટેગરીઓમાં સ્ટોરીઓ સિલેક્ટ કરી વિજેતા નક્કી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન પ્રિન્ટ મીડિયામાં છપાયેલી કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થયેલી સ્ટોરીઓ એસો. દ્વારા મંગાવવામાં આવી હતી. જેનો તા. ૧૧.૦૬.૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે વલસાડ એસ. ટી. ડેપો સામે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ (એ.સી. હોલ) ખાતે એવોર્ડ સમારોહ યોજવામાં આવશે.
આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખના જણાવ્યાં મુજબ, આ સમારોહમાં વલસાડ જિલ્લામાં સેવા, સાહિત્ય, સ્પોર્ટ્સ, આર્ટ સહિતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વ્યક્તિ વિશેષના સન્માન પણ કરવામાં આવશે.
આ સમારંભમાં ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા લેખક અને પ્રખર વક્તા એવા નવગુજરાત સમય અને અહમદાબાદ મિરરના ગ્રુપ એડિટર અજય ઉમટ અને ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને ઇન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. પત્રકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતા મીડિયાના આ કાર્યક્રમમાં વલસાડ, નવસારી જિલ્લા, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના તમામ પત્રકારોને ઉપસ્થિત રહેવા પત્રકાર વેલ્ફેર એસોસિયેશન વલસાડના પ્રમુખ હર્ષદ આહીરે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ હસીન શેખ, સેક્રેટરી મુકેશ દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી વિજય યાદવ, ખજાનચી દિપક આહિર, બ્રિજેશ શાહ, નિમેષ પટેલ, પૂન્યપાલ શાહ, ચેતન મહેતા, મેહુલ પટેલ, આઝાદ મિશ્રા, પ્રેમ માલાણી, અક્ષય કદમ, આઝાદ રાઠોડ, પ્રિયાંક પટેલ, નિરવ પિત્રોડા, તરુણ નાયક સહિતના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.

Related posts

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

કપરાડાના ઘોંટવળ ગામના લોકો લગ્નવિધિ પતાવી પરત ફરતા હતા તે વેળા દાનહના ઘોડબારીમાં પીકઅપ ટેમ્‍પો પલ્‍ટી જતાં એક મહિલાનું મોતઃ આઠ ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોવિડ- ૧૯ રસીકરણ મેગા કેમ્‍પને સુંદર પ્રતિસાદ: ૯૬૪૮ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

Leave a Comment