Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
આવતી કાલે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં દમણની ગવર્નમેન્‍ટ નર્સિંગ કોલેજ અને શ્રી વિનોબાભાવે નર્સિંગ કોલેજ સેલવાસ દ્વારા બી.એસ.સી. અને એમ.એસ.સી.ના નર્સિંગ વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમનીનું આયોજન સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે. આવતી કાલે બપોરે 1ર.00 વાગ્‍યે શરૂ થનારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રશાસકશ્રી દ્વારા દીપ પ્રાગટયથી કરાશે. આ કાર્યક્રમમાં નૃત્‍ય સહ પ્રાર્થના ગીત, આરોગ્‍ય વિભાગના સચિવ દ્વારા સ્‍વાગત વક્‍તવ્‍ય, પ્રદેશના આરોગ્‍ય નિર્દેશક દ્વારા વાર્ષિક અહેવાલ, બંને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા લેમ્‍પ લાઈટીંગ સેરેમની,સેલવાસના વિદ્યાર્થીઓ દ્વારા શેડો એક્‍ટ ડાન્‍સ, દમણના વિદ્યાર્થીઓ દ્વારા ફલોરન્‍સ નાઈટીગલ થીમ બેઈઝડ નૃત્‍ય તથા વિવિધ હોસ્‍પિટલો દ્વારા પસંદ કરાયેલ વિદ્યાર્થીઓના પ્‍લેસમેન્‍ટ ઓર્ડરનું પણ ડિસ્‍ટ્રીબ્‍યુશન કરાશે.

Related posts

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

Leave a Comment