(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત ભાજપ સંગઠનની ચૂંટણી માટે પ્રદેશ ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી છે. જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ પરમારને દમણ અને દીવ તથા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલને સેલવાસ શહેર, સેલવાસ ગ્રામીણ અને ખાનવેલ જિલ્લાના ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરાયા છે.