August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

તા.13 ફેબ્રુઆરીએ યોજાનારી બીનસચિવાલય, અને ક્‍લાર્ક આસિ.ની પરીક્ષા સરકારે રદ્દ કરતા મામલો ગરમાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.13 ફેબ્રુઆરીના રોજ બીનસચિવાલય ક્‍લાર્ક, ઓફિસ આસિ.ની જાહેર પરીક્ષા યોજાનારી હતી પરંતુ ગતરોજ સરકારે અચાનક પરીક્ષા રદ્દ કરી દીધી હતી. જેના પ્રત્‍યાઘાત પડતા વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજરોજ શુક્રવારે જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્‍ચારો કર્યા હતા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.13 ફેબ્રુઆરીના રોજ રાજ્‍યભરમાં બીનસચિવાલય ક્‍લાર્ક, ઓફિસ આસિસ્‍ટન્‍ટની જાહેર પરીક્ષા યોજાનારી હતી. આ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં 16314 ઉમેદવારો પરીક્ષામાં બેસનાર હતા પરંતુ સરકારે 48 કલાક પહેલા જ અચાનક પરીક્ષા રદ્દ કરી દેતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોમાં નિરાશાનું મોજુ ફરી વળ્‍યુ હતું. પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આજે રાજ્‍યભરમાં આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું છે તે અંતર્ગત વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ કુંજાલી ડી. પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલના નેતૃત્‍વમાંવલસાડ કોંગ્રેસ મધ્‍યસ્‍થ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષા લેવાતી નથી. છેલ્લા પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ થઈ હતી. અંતે પરીક્ષાની તારીખ જાહેર થતા નિરાશ થયેલા ઉમેદવારોમાં આશા જાગી હતી. લાંબા સમયથી પરીક્ષા માટે કરેલી તૈયારીઓ ઉપર પાણી ફરી વળતા ઉમેદવારોમાં ઘેરા પ્રત્‍યાઘાત અને નિરાશાનું મોજુ ફરી વળ્‍યું હતું.

Related posts

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયકઃ દીવ જિલ્લામાં મહિલા મતદારોની બહુમતિ: દીવ જિલ્લાના કુલ 36,866 મતદારો પૈકી 20,149 મહિલા મતદારો

vartmanpravah

Leave a Comment