Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની આશાધામ સ્‍કૂલમાં કર્મચારીઓનો સંચાલકો સાથે વિવાદઃ સમાન વેતન હક્ક આપવા કરેલી માંગ

હિન્‍દુ કર્મચારીઓને વેતનમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની જિલ્લા કલેક્‍ટરને રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15
વાપી આશાધામ સ્‍કૂલ વધુ એક વાર વિવાદમાં આવી છે. સ્‍કૂલ સ્‍ટાફનો પગાર આપવામાં ભેદભાવ રાખવામાં આવે છે તેથી સમાન વેતન સમાન હક્ક માટે કર્મચારીઓએ કલેક્‍ટરને આજે આવેદનપત્ર આપી માંગણી કરી હતી.
વાપીમાં કાર્યરત આશાધામ સ્‍કૂલ કોઈના કોઈ મામલે ભૂતકાળમાં પણ વિવાદિતરહી છે. વિવાદો વચ્‍ચે આજે વધુ એક વિવાદ વલસાડ કલેક્‍ટરના દરબારમાં પહોંચ્‍યો છે. વાપીની આશાધામ સ્‍કૂલમાં સંચાલકો દ્વારા કર્મચારીઓના પગારમાં ભેદભાવ રાખવામાં આવે છે. શૈક્ષણિક કે બિનશૈક્ષણિક હિંદુ કર્મચારીઓને વેતન ઓછુ આપવામાં આવી રહ્યું છે તેથી ભોગ બની રહેલા હિંદુ કર્મચારીઓએ આજે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવીને સમાન વેતન હક્ક સંચાલકો આપે તેવી માંગણી કરી હતી. આશાધામ સ્‍કૂલ અનેક વખત કોઈના કોઈ વિવાદોમાં આવતી રહી છે. તેમાં આજે વધુ એક વિવાદ કર્મચારીઓ થકી જોવા મળ્‍યો હતો. ક્‍યારેક સ્‍કૂલ ફેસ્‍ટીવલ, ખાસ કરીને મિશનરી પ્રવૃત્તિઓ ચલાવાઈ રહ્યા હોવાના વિવાદો આશાધામ સ્‍કૂલમાં અવાર-નવાર ઉદ્દભવતા જોવા મળેલા છે. તે પૈકી આજે વધુ એક વિવાદ ઉભો થવા પામેલ છે ત્‍યારે જિલ્લા અને રાજ્‍યની મિશનરી ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત શાળાઓમાં હિંદુ પરિવાર કર્મચારીઓને થતો અન્‍યાય અટકાવવા ન્‍યાયિક તપાસની આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરા-મોગરાવાડી પાસે ખરેરા નદી ઉપર બ્રિજની કામગીરી વચ્‍ચે અધૂરા એપ્રોચ રોડથી ચોમાસામાં માર્ગ બંધ થઈ થવાની ભીતિ

vartmanpravah

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

Leave a Comment