July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિ.આરોપી મહિલાએ રાત્રે ગળે દુપટ્ટો બાંધી આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં હડકંપ મચી ગયો, એસ.પી. પ્રાંત સહિતના ઉચ્‍ચ અધિકારીઓ રાત્રે પોલીસ સ્‍ટે. ધસી આવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16
વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં મંગળવારની વિતેલી રાતમાં પ્રોહિબિશનમહિલા આરોપીને ગળે દુપટ્ટાથી ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ વિભાગમાં હડકંપ મચી જવા પામ્‍યો હતો.
વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશનની મહિલા આરોપીએ મંગળવારે રાત્રે ગળે દુપટ્ટો બાંધી આત્‍મહત્‍યા કરી હતી. પ્રોહિબિશનના ગુના અંતર્ગત મહિલાને લોકઅપમાં રાખવામાં આવી હતી. પરંતુ કોઈ અગમ્‍ય કારણોસર શંકાસ્‍પદ સ્‍થિતિમાં મહિલાએ આત્‍મહત્‍યા કર્યાની મોટી ઘટના પોલીસ સ્‍ટેશનમાં જ ઘટી હતી. ઘટનાની જાણ થતા જ રાત્રેજ જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારીઓ, એસ.ઓ.જી. સહિતના ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો ઘસી આવ્‍યો હતો. ઉચ્‍ચ સ્‍તરીય તપાસ આરંભી હતી.
ઉલ્લેખનીય છે કે, મહિલાની પ્રોહિબિશનના ગુનાઓમાં અગાઉ પણ ધરપકડ થયેલી હતી. આત્‍મહત્‍યાનું અંતિમ પગલું મહિલાએ કેમ ભર્યુ? એ તપાસને અંતે જાણી શકાશે હાલ પોલીસ ખુદ પ્રશ્નાર્થ બની ચૂકી છે.

Related posts

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment