October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટીની ઈ-બસ સેવાના સંચાલન અને પ્રબંધન માટે સંઘપ્રદેશ પ્રશાસનને મળેલો પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમ અને દૂરંદેશીનું પરિણામ

  • સેલવાસ સ્‍માર્ટ સીટીના સીઈઓ ચાર્મી પારેખે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને એવોર્ડ અર્પણ કરી પ્રગટ કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: સેલવાસ ‘સ્‍માર્ટ સીટી’ લિમિટેડની ઈ-બસ પરિયોજનાના સંચાલન અને પ્રબંધન માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘપ્રદેશ પ્રશાસનને પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર પ્રાપ્ત થયો છે. હવે રાષ્‍ટ્રીય સ્‍તરની સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે પારિતોષિકના ક્ષેત્રે આંતરરાષ્‍ટ્રીય છલાંગ પણ લગાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિશ્વના સૌથી મોટા માનવતાના લાભ માટે ટેક્‍નોલોજીને આગળ વધારવા સમર્પિત ટેક્‍નીકલ વ્‍યવસાયિક નો-પ્રોફિટ સંગઠન ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડની ઈ-બસ પરિયોજનાના સંચાલન અને પ્રબંધન માટે પ્રદાન કરવામાં આવ્‍યો છે.
તમામ 25 ઈ-બસોસેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડને પહોંચાડવામાં આવી છે અને દાદરા અને નગર હવેલીના દરેક ગામોને કવર કરી રહી છે. તદ્‌ઉપરાંત ઈ-બસો વાપી અને દમણના મુખ્‍ય માર્ગો ઉપર પણ પોતાની અવર-જવર કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમ અને દૂરંદેશીના કારણે સેલવાસ નગરપાલિકાનો ભારત સરકારની ‘સ્‍માર્ટ સીટી’ યોજનામાં સામેલ થવા તક મળી હતી અને તેમના માર્ગદર્શનથી સેલવાસ શહેરે પોતાની કાયાપલટની પણ શરૂઆત કરી છે. જેના સંદર્ભમાં આજે આંતરરાષ્‍ટ્રીય મંચ દ્વારા મળેલા પ્રતિષ્‍ઠિત એવોર્ડને સેલવાસ સ્‍માર્ટ સીટીના સીઈઓ સુશ્રી ચાર્મી પારેખે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી તેમનો આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

vartmanpravah

વાપીમાં યુવા બોર્ડની બેઠક મળી: દરેક તાલુકા-પાલિકા વિસ્‍તારમાં ‘‘સ્‍વામી વિવેકાનંદ વન” અભિયાન હાથ ધરાશે

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment