August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડમાં બાળકને સ્‍કૂલે મુકી ઘરે પરત થઈ રહેલી મહિલાના મોપેડમાં આગ લાગતા મોપેડ બળીને ખાક

અબ્રામા રાધેકૃષ્‍ણ સોસાયટીમાં રહેતા પ્રિતીબેન પટેલ સવારે બાળકને સ્‍કૂલમાં મુકી પરત ફરી રહ્યા હતા ત્‍યારે ઘટના ઘટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16
વલસાડ અબ્રામાં ધરમપુર રોડ ઉપર આજે બુધવારે સવારે આઠ વાગ્‍યાના સુમારે મહિલા પુત્રનેસ્‍કૂલમાં ઉતારી મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા ત્‍યારે અચાનક મોપેડમાં આગ લાગી હતી. જો કે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આગને ફાયર બ્રિગેડે બુઝાવી હતી. શહેરમાં મોપેડને આગ લાગ્‍યાની ઘટનાએ ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ અબ્રામાં બિના નગર રાધેકૃષ્‍ણ સોસાયટીમાં રહેતા પ્રિતીબેન ધર્મેશભાઈ પટેલ તેમની મેસ્‍ટ્રો મોપેડ નં.જીજે-1પ-એઆર-9530માં પુત્રને બેસાડી સવારે 7.30 વાગ્‍યાના સુમારે સ્‍કૂલમાં જવા નિકળ્‍યા હતા. સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં બાળકને ઉતારી ઘરે જવા નિકળેલા ત્‍યારે મોપેડ રસ્‍તામાં બંધ થઈ ગયું. સ્‍ટાર્ટ કરવાની કોશિષ પ્રિતીબેન કરતા હતા ત્‍યારે અચાનક ધુમાડા નિકળવા લાગ્‍યાને બાદમાં મોપેડમાં આગ ભભૂકી ઉઠી હતી.
ઘટના સ્‍થળેથી પાલિકા પ્રમુખ કિન્નરીબેન અને તેમના પતિ સાથે પસાર થઈ રહ્યા હતા. સળગતું મોપેડ જોઈ તેમણે પોલીકા ફાયરને ફોન કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે આવી આગ બુઝાવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને સામરવરણી પંચાયત સભ્‍ય પ્રવિણભાઈ પટેલે દાનહના વાઘછીપા ગામના જર્જરિત રસ્‍તા અંગે કલેક્‍ટર ભાનુ પ્રભાને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્‍ચે જંગ = આજે દમણ અને દીવમાં મુખ્‍યત્‍વે 3 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે

vartmanpravah

Leave a Comment