October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ દ્વારા 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણદિવસની ઉજવણી નિમિત્તે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી તા. 16થી ર0 ફેબ્રુઆરી, 2022 સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ(ટીર0)નું આયોજન નાની દમણ સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં કરવામાં આવ્‍યું હતું.
આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ(ટીર0)માં કુલ આઠ જેટલી એટલે કે દમણ પોલીસ, દમણ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, દમણ જિલ્લા પંચાયત, સંસદ સભ્‍ય (એમ.પી.-ઈલેવન), પ્રશાસન (એડમિનીસ્‍ટ્રેશન-ઈલેવન), દમણ હોટેલ એસોસિએશન, દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ અને હેડ ઓફ સ્‍પોર્ટ્‍સની ટીમો ભાગ લઈ રહી છે.
આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું ઉદ્દઘાટન યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાએ કર્યુ હતુ અને પોતાના વક્‍તવ્‍યમાં તમામ ટીમોનું ઉત્‍સાહવર્ધન કરતા જણાવ્‍યું હતું કે આપણે જીવન પર્યન્‍ત ખેલ સાથે જોડાયેલા રહેવું જોઈએ અને તન અને મન અને સ્‍વસ્‍થ રાખવા માટે આપણે જીવમાં રમતગમતને વધુ મહત્‍વ આપવું જોઈએ.
આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટ20)ની પ્રથમ મેચ આજે 16/02/2022 ના રોજ દમણ પોલીસ અને દમણ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન વચ્‍ચે રમાઈ હતી. જેમાં દમણ પોલીસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને214 રન બનાવ્‍યા હતા. દમણ પોલીસ ટીમ તરફથી હેમંત પટેલે 33 બોલમાં 64 અને સોહિલ જીવનીએ 19 બોલમાં 37 રન ફટકાર્યા હતા. દમણ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનની ટીમ તરફથી મિહિર પંચાલે 4 ઓવરમાં 47 રન આપીને 2 અને મરિયમ લોટીયાદાએ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
બીજા દાવમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનની ટીમ 95 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં ધર્મિન ફૂલવાલાએ 36 બોલમાં 28 રન અને રિંકેશ પટેલે 10 બોલમાં 14 રન ફટકાર્યા હતા. દમણ પોલીસ ટીમ તરફથી દિલીપ બામણિયાએ 4 ઓવરમાં 23 રન આપીને 5 વિકેટ અને શાંતિલાલ સોલંકીએ 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
દમણ પોલીસે આ મેચ 120 રને જીતી લીધી હતી. આ મેચના મેન ઓફ ધ મેચ દિલીપ બામણીયા રહ્યા હતા. જીને દમણ એસડીપીઓ શ્રી રજનીકાંત આવડીયાએ મેન ઓફ ધ મેચની ટ્રોફી આપીને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટી20)ને સફળ બનાવવા મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી – શ્રી કાંતિ પટેલ અને મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી – શ્રી અક્ષય કોટલવાર, વિભાગના કોચ અને સ્‍ટાફ, વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણ શિક્ષકો સહયોગ આપી રહ્યા છે.

Related posts

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

દાનહના મસાટ ખાતેની સન પ્‍લાસ્‍ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

Leave a Comment