September 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતા આદિવાસી પરિવારની મહિલાને મજૂરીના પૈસા નહી આપતા અને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામા આવી હતી. પરંતુ હજી સુધી લેબર કોન્‍ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી નહી થતા સેલવાસ નગરપાલિકા સભ્‍ય મનોજ દયાત દ્વારા લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ કાર્યવાહી કરવા એસપીને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી દ્વારા અભદ્ર ભાષાનો જે ઓડિયો સોશિયલ મિડિયામા વાયરલથયેલ છે જેનાથી સમસ્‍ત આદિવાસી સમુદાયને અપમાનિત કરવામા આવેલ છે. જેથી બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ સખ્‍ત કાર્યવાહી થવી જોઈએ એવી દરખાસ્‍ત છે.

Related posts

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રજાસત્તાક અને નિર્માણ દિવસ નિમિત્તે દીવ ખાતેથી તિરંગો લહેરાવશે

vartmanpravah

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment