Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના મુખ્‍ય મથક સેલવાસના ભુરકુડ ફળિયામાં રહેતા યુવાને કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર (ઉ.વ.39) હાલ રહેવાસી ભુરકુડ ફળિયા- સેલવાસ અને મુળ રહેવાસી ધરમપુર. પ્રતિકકુમાર વિનોદચંદ્ર ખાખર દાનહની એક ખાનગી શાળામાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પ્રતિકકુમારે બપોરે શાળામાંથી ઘરે આવી કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્‍યારે એમની શિક્ષિકા પત્‍નીએ ઘરે આવીને જોયું તો એમના પતિ ગળે ફાંસો લગાવેલ હાલતમાં હતા. આ જોઈ તેમના પગ નીચેથીજમીન ખસી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment