Vartman Pravah
Breaking Newsદમણદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

  • સંઘપ્રદેશનું પણ ડેશબોર્ડ બનાવવા યોજના વિભાગને કરાયેલું સૂચન

  • સંઘપ્રદેશના આયોજન અને આંકડા વિભાગ દ્વારા સતત વિકાસ લક્ષ્ય અને બહુપરીમાણીય ગરીબી સૂચકાંક પર વર્કશોપનું કરાયેલું આયોજન


    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
    સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આયોજન અને આંકડા વિભાગ દ્વારા આજે 17મી ફેબ્રુઆરી, 2022ના રોજ સતત વિકાસ લક્ષ્ય (સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ – એસડીજી) સૂચકાંક અને બહુપરીમાણીય ગરીબી સૂચકાંક પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
    આ વર્કશોપમાં નીતિ આયોગના નોડલ ઓફિસર (એસડીજી), સુશ્રી સંયુક્‍તા સમદાર, ભા.પ્ર.સે.ની સાથે નીતિ આયોગના અન્‍ય અધિકારીઓ, મીમાંસા મિશ્રા, એસોસિએટ એસ.ડી.જી. શ્રી એલેન જોન, એસડીજી અધિકારી અને સુશ્રી સૌમ્‍યા ગુહા સહિત એસીડીજી અધિકારીઓ હાજર રહ્યા હતા.
    આ વર્કશોપનું આયોજનસંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર અને આરોગ્‍ય સચિવ ડો.એ.મુથમ્‍માની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું. ડો. એ.મુથમ્‍માએ સુશ્રી સંયુક્‍તા સમાદારને પુષ્‍પગુચ્‍છ આપી આ વર્કશોપનું ઔપચારિક ઉદ્‌ઘાટન કરી, વર્કશોપના ઉદ્દેશ્‍યો અંગે જાણકારી આપી હતી. આયોજન અને આંકડાશાષા વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી કરણજીત વાડોદરિયાએ આ વર્કશોપના આયોજન અને સતત વિકાસ લક્ષી સૂચકાંકો પર પ્રકાશ પાડયો હતો.
    સુશ્રી સંયુક્‍તા સમદારએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વિષય ઉપર પોતાની વાત મૂકતા તેમણે ક્રમાનુસાર રીતે એસડીજી અને વિવિધ પાસાઓની વ્‍યવસ્‍થિત રીતે વિગતવાર ચર્ચા કરી અને તેના વ્‍યાપક ધ્‍યેયો અને ઉદ્દેશ્‍યો સમજાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે ભારતના સતત વિકાસ લક્ષ્યો પર મોનીટરીંગ અને સમીક્ષા માટે નીતિ આયોગ એક મોડલ એજેન્‍સી છે. એસડીજીની ઉપયોગિતા પર વિસ્‍તારપૂર્વક ચર્ચા કરતા તેમણે જણાવ્‍યું હતું કે સતત વિકાસ લક્ષ્યાંક સૂચકાંકોથી વિવિધ ક્ષેત્રોમાં થયેલો વિકાસ, ખામીઓ અને તેમના સમાધાન અંગેની વ્‍યાપક જાણકારી મળે છે.
    આ ઉપરાંત વર્કશોપમાં એ પણ જણાવવામાં આવ્‍યુંહતું કે નીતિ આયોગના તમામ ડેશબોર્ડ પબ્‍લિક ડોમેન છે અને મોબાઈલ ફ્રેન્‍ડલી પણ છે. ડેશબોર્ડના ઉપયોગ સંબંધિત વિસ્‍તારમાં થઈ રહેલી સમસ્‍યાઓની જાણકારી મેળવી શકાય છે. તેમણે યોજના વિભાગને સૂચન કર્યુ હતું કે તેઓ સંઘપ્રદેશનું પણ ડેશબોર્ડ બનાવી શકે છે. જેના દ્વારા તેઓ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓને લાગુ કરવામાં મદદ કરશે, શિક્ષણ, આરોગ્‍ય, ખોરાક, વન અને પર્યાવરણ, પોષણ, નવીનીકરણીય ઉર્જા વગેરે જેવા ક્ષેત્રોની વાસ્‍તવિક પ્રકળતિને ઓળખશે.
    શિક્ષણ, આરોગ્‍ય અને જીવન ધોરણ પર આધારિત બહુપરીમાણીય ગરીબી સૂચકાંક પર માહિતી આપતા, નીતિ આયોગના સભ્‍યોએ જણાવ્‍યું હતું કે, આ તેના પ્રકારનો નવો ઇન્‍ડેક્‍સ છે જે જૂના આવક અને ખર્ચ આધારિત સૂચકાંકથી અલગ છે. આ સૂચક ગરીબીના વિવિધ સ્‍વરૂપો અને પરિમાણો દર્શાવે છે.
    આ વર્કશોપમાં એસડીજીના 16 સૂચકાંકો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન અનેક મુદ્દાઓ પર ઉપસ્‍થિત અધિકારીઓએ પોતાના મંતવ્‍યો આપ્‍યા હતા. નોડલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા તમામ મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો. વર્કશોપમાં ઈન્‍ડેક્‍સ-3 વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઈન્‍ડેક્‍સ-4ના લક્ષ્યાંકો પર કામ કરવા પર ભારમૂકવામાં આવ્‍યો હતો.
    વર્કશોપના અંતે આયોજન અને આંકડા વિભાગના જોઈન્‍ટ સેક્રેટરી શ્રી કરણજીત વાડોદરિયાએ આભારવિધિ આટોપતા જણાવ્‍યું હતું કે વર્કશોપ ખૂબ જ ઇન્‍ટરેક્‍ટિવ, માહિતીપ્રદ અને ઉપયોગી હતી. વર્કશોપના અંતે નીતિ આયોગના સભ્‍યોને સ્‍મળતિ ચિホ આપવામાં આવ્‍યું હતું. આ વર્કશોપમાં સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર સહિત અનેક વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

સંઘપ્રદેશની જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ટીમે તેલંગાણાને 10-0થી આપેલી હાર

vartmanpravah

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

vartmanpravah

Leave a Comment