April 20, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

  • દાનહ અને દમણ-દીવના વીજળી ખાનગીકરણને રોકવાના અભિયાનને કડૈયા, ભીમપોર અને કચીગામ પંચાયતેપણ આપેલું સમર્થન

  • કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલે ખાનગીકરણ અટકાવવા ચાર પત્રકારો દ્વારા રચાયેલી સમિતિને આપેલું સમર્થન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દાનહ અને દમણ-દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયને રોકવા માટે પ્રદેશના ચાર પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને આજે દમણની વધુ ત્રણ ગ્રામ પંચાયતોએ સમર્થન આપ્‍યું છે.
જેમાં દમણના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પોતપોતાના વિસ્‍તારના લોકો વતી ભારત સરકારને અપીલ કરી છે કે નફા રળી આપતું વીજ વિભાગ/નિગમનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે પરંતુ આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવાની જરૂર છે.
આ સાથે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ખાનગીકરણ અટકાવવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી અભિયાનને સમર્થનઆપતો પત્ર આપ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે અત્‍યાર સુધીમાં દમણની કુલ 10 ગ્રામ પંચાયતો દ્વારા ભારત સરકારને પુનર્વિચાર માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

દીવમાં મેઈન રોડ પર માટી ભરેલું ડમ્પર ફસાયું

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

Leave a Comment