July 22, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલ પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં બોયઝ અન્‍ડર-17 અને 14માં દાદરા નગર હવેલી તથા ગર્લ્‍સ અન્‍ડર-17માં દમણ ચેમ્‍પિયન

સપ્‍ટેમ્‍બરમાં યોજાનારી રાષ્‍ટ્રીય સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં બોયઝ અન્‍ડર-17માં સેન્‍ટ ફ્રાન્‍સિસ સ્‍કૂલ દૂધની, બોયઝ અન્‍ડર-14માં જ્ઞાનમાતા હાઈસ્‍કૂલ ખાનવેલ અને ગર્લ્‍સ અન્‍ડર-17માં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ દમણ, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજે મોટી દમણના ફૂટબોલગ્રાઉન્‍ડ ખાતે રમાયેલ પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં બોયઝ અન્‍ડર-17 અને 14માં દાદરા નગર હવેલી તથા ગર્લ્‍સ અન્‍ડર-17માં દમણની ટીમ ફાઈનલ વિજેતા બની હતી.
રાષ્‍ટ્રીય સ્‍તરની યોજાનારી સ્‍પર્ધામાં બોયઝ અન્‍ડર-17માં દૂધની-દાનહની સેન્‍ટ ફ્રાન્‍સિસ સ્‍કૂલ અને બોયઝ અન્‍ડર-14માં ખાનવેલ-દાનહની ટીમ તથા ગર્લ્‍સ અન્‍ડર-17માં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ-દમણ પ્રદેશનું પ્રતિનિધિત્‍વ કરશે. આ રાષ્‍ટ્રીય ટૂર્નામેન્‍ટ સપ્‍ટેમ્‍બરમાં યોજાશે.
આજે યોજાયેલ ઈનામ વિતરણ સમારંભમાં યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તા, સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર અને કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ દમણના પ્રિન્‍સિપાલ શ્રીમતી ઐની મેરી ગૌનસાલ્‍વીઝે ટ્રોફી, મેડલ અને યોગામેટ આપી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

રાજ્‍યસભાના સાંસદતરીકે વિજેતા બનેલા એન.સી.પી.ના વરિષ્‍ઠ નેતા પ્રફુલભાઈ પટેલની દાનહ-દમણ-દીવ પ્રદેશ એન.સી.પી. પ્રમુખ ધવલભાઈ દેસાઈએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment