Vartman Pravah
Breaking Newsદમણદેશ

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

  • દમણ લીડ બેંકના મેનેજર સુરેન્‍દ્ર કુમારે ડીજીટલ બેંકિંગના ફાયદા અને સાવચેતીની બાબતમાં આપેલું મનનીય માર્ગદર્શન

  • દમણવાડાગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લેશ કેસ અભિયાનનો હિસ્‍સો બની મોટાભાગની જરૂરીયાતો ડીજીટલ વ્‍યવહાર જેવા કે એટીએમ, ભીમ એપ, ગુગલ પે, ફોન-પે વગેરેનો ઉપયોગ કરવા ગ્રામજનોને પ્રોત્‍સાહિત કર્યા


    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18
    સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા લીડ બેંક દમણ દ્વારા ભામટી ખાતે ‘નાણાંકિય સાક્ષરતા સપ્તાહ’ના ઉપલક્ષમાં ગુરુવારે એક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણની લીડ બેંકના મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમાર, દમણના નાણાંકિય સાક્ષરતા સંયોજક શ્રી ભગવતીભાઈ સુરતી તથા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી ઉપસ્‍થિત રહ્યા હતા.
    આ પ્રસંગે દમણ લીડ બેંકના મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમારે ડીજીટલ બેંકિંગના ફાયદાઓ જણાવ્‍યા હતા. તેમણે ડીજીટલ બેંકિંગના ઉપયોગ સમયે જાળવનારી સાવધાની અંગે પણ ઉપસ્‍થિત લોકોને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ડીજીટલ બેંકિંગના ઉપયોગથી સમય અને શક્‍તિમાં પણ બચાવ થાય છે. જ્‍યારે જરૂરત હોય ત્‍યારે અને પોતાની અનુラકૂળતા પ્રમાણે ડીજીટલ બેંકિંગથી લેવડ-દેવડ શક્‍ય હોવાનું જણાવ્‍યું હતું.
    દમણ લીડ બેંક મેનેજર શ્રી સુરેન્‍દ્ર કુમારે ઉપસ્‍થિત ગ્રામજનોની બેંકને લગતી સમસ્‍યાઓ પણ સાંભળી હતી અને તેનાનિરાકરણ માટેનો માર્ગ પણ બતાવ્‍યો હતો.
    આ પ્રસંગે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, ભામટી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શર્મિલાબેન પરમાર સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
    કાર્યક્રમનું સમાપન કરતા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ઉપસ્‍થિત મહાનુભાવોનો આભાર પ્રગટ કરતા જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લેશ કેસ અભિયાનના હિસ્‍સો બની આપણી મોટા ભાગની જરૂરીયાતો ડીજીટલ વ્‍યવહાર જેવા કે એટીએમ, ગુગલ પે, ફોન-પે, ભીમ એપ વગેરેનો ઉપયોગ કરવા પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રીક્ષાનો વળેલો ખુડદોઃ બે યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

Leave a Comment