August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.20:

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામે રૂ.14 લાખના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ભવન તેમજ રૂ.5.50 લાખના ખર્ચે આંગણવાડીના નવા બનાવવામાં આવનારા નવામકાનનું ખાતમુહૂર્ત નાણાં, ર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગામના અનેકવિધ વિકાસના કામો સહિત આખા ગામનો વહીવટ ગ્રામ પંચાયતના માધ્‍યમથી થાય છે. સમગ્ર રાજ્‍યમાં વધુમાં વધુ વિકાસકાર્યો થાય તે માટે પંચાયતથી લઈ પાર્લામેન્‍ટ સુધીના પદાધિકારીઓ સતત કાર્યરત રહે છે. કવાલ ગામનો રસ્‍તો નવો બની રહયો છે તેમજ તંબાડી ગામે 66 કે.વી સબસ્‍ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.
આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મૂડીછે. ગામના અનેકવિધ વિકાસના કામો અને સરકારની યોજનાઓની કામગીરી પણ ગ્રામ પંચાયત ખાતેથી થાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વિસ્‍તારમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અનેક વિકાસકાર્યો ચાલી રહયા છે. પાણી પુરવઠાની નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
આ અવસરે વાપી તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન, તાલુકા વિકાસ અધિકારી, કવાલ સરપંચ મનોજભાઈ પટેલ અગ્રણી મહેશભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્‍યો, ગ્રામજનો, આંગણવાડી વર્કરો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

ખેલ વિભાગ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય પ્રિ-સુબ્રતો ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દીવની નિર્મલા માતા સ્‍કૂલ અન્‍ડર 14 બોયઝ અને અન્‍ડર 17 બોયઝમાં ચેમ્‍પિયન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

Leave a Comment