April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

રખોલી ગ્રામ પંચાયત દ્વારા ચાલ માલિકો સાથે યોજાયેલી બેઠક : પંચાયતને સ્‍વચ્‍છ અને સુંદર રાખવા આપેલી સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.ર0
દાનહના રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંદનબેન દિનેશભાઈ પટેલના નેતૃત્‍વમાં ચાલ માલિકો સાથે મીટિંગ કરી સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા ચીમકી પણ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સ્‍વચ્‍છ, સુંદર અને સ્‍વસ્‍થ દાદરા નગર હવેલી નિર્માણના અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતનામુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શન હેઠળ રખોલી ગ્રામ પંચાયત દ્વારા ચાલ માલિકો સાથે મીટિંગ રાખી તેમને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ કાયદો(નિયમ)-ર0ર1ની સમજ આપવામાં આવી હતી અને પંચાયત દ્વારા શરૂ થયેલા અભિયાનમાં સહયોગ આપવા જણાવાયું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી દિપકભાઈ પ્રધાને ચાલ માલિકોને તેમની ચાલની આજુબાજુમાં કચરો, બાથરૂમનો વેસ્‍ટ, પાણી અને ગંદકી હશે તો કાયદા પ્રમાણે પંચાયતના કર્મચારી દ્વારા વસૂલાનારા દંડની પણ માહિતી આપી હતી.
દરમિયાન ચાલ માલિકોએ સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને કચરાની ગાડી સમયસર આવે તે પ્રકારની ગોઠવણ કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં ગ્રામ પંચાયતના સભ્‍યો અને ચાલ માલિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment