Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

શનિ અને રવિવારે મોટી દમણમાં શરૂ કરેલી સફાઈ ઝૂંબેશ : કચરો નાંખવા બદલ 37 દંડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.ર0
દમણ નગર પાલિકા દ્વારા શનિ અને રવિવારે સ્‍વચ્‍છતા અભિયાન ચલાવી મોટી દમણ વિસ્‍તારને પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ અને ગાર્બેજથી મુક્‍ત કરવા પ્રયાસ કરાયો હતો. ખુલ્લા પ્‍લોટ અને ખાલીજગ્‍યાઓમાંથી પણ પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ અને ગાર્બેજ હટાવાયું હતું.
દમણ નગર પાલિકા દ્વારા આજુબાજુ કચરો નાંખવા અને સ્‍વચ્‍છતા નહી જાળવવા બદલ 37 જેટલા વ્‍યક્‍તિઓ પાસેથી દંડ પણ વસૂલ કરાયો હતો.
દમણ નગર પાલિકા વિસ્‍તારને સંપૂર્ણ રીતે ગાર્બેજ અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકથી મુક્‍ત કરવા હવે વિવિધ વોર્ડોમાં પણ સ્‍વચ્‍છતા ઝુંબેશ શરૂ કરવાના હોવાની જાણકારી આપવામાં આવી છે.
દમણ નગર પાલિકાએ શહેરને સ્‍વચ્‍છ, સુંદર, સ્‍વસ્‍થ અને રળિયામણું રાખવા માટે છ સિનિયર સ્‍ટાફને કામે લગાવી તેમને વિવિધ વોર્ડની જવાબદારી આપી દરરોજ મુલાકાત લઈ સ્‍વચ્‍છતા બાબતે યોગ્‍ય દેખરેખ રાખવા અને ડોર ટુ ડોર સોલીડ વેસ્‍ટ કલેક્‍શન યોગ્‍ય રીતે કરાય છે કે નહીં તેની તકેદારી રાખવાની પણ જવાબદારી આપવામાં આવી છે.

Related posts

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

Leave a Comment