Vartman Pravah
Breaking Newsદમણદેશ

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા જિલ્લા પંચાયતના કોઈ સભ્‍યોના સેન્‍સ લેવાયા નહી હોવાથી નિવર્તમાન પ્રમુખ બાબુભાઈ પટેલને બાદ કરતા પક્ષના પ્રતિક ઉપર ચૂંટાયેલા એક માત્ર ‘પુરુષ'(મેલ) ઉમેદવાર નવિનભાઈ પટેલ પ્રમુખ પદ માટે નીતિ હોવાનું પેદા થયેલું વાતાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.રર
આવતી કાલે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં પંચાયત સભ્‍યોની ખાસ સભા રીટર્નીંગ ઓફિસર અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાના અધ્‍યક્ષ સ્‍થાનેમળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવાથી અને ક્રમ પ્રમાણે પ્રમુખ પદ માટે પુરુષ(મેલ) ઉમેદવાર આરક્ષિત હોવાથી ભાજપના શ્રી બાબુભાઈ પટેલ અને શ્રી નવિનભાઈ પટેલ જ પુરુષ ઉમેદવારોમાં વિજય બન્‍યા હોવાથી શ્રી નવિનભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી નિヘતિ હોવાનું માનવામાં આવે છે.
યુવા નેતા તરીકે શ્રી નવિનભાઈ પટેલની 2004માં સ્‍વ.શ્રી ડાહ્યાભાઈ પટેલને વિજયી બનાવવા મહત્‍વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ર005માં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ તત્‍કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ જોડે મોહભંગ થતા તેમણે કોંગ્રેસને જાકારો આપ્‍યો હતો. ર009માં શ્રી લાલુભાઈ પટેલને સાંસદ બનાવવામાં શ્રી નવિનભાઈ પટેલની ખાસ ભૂમિકા રહી હતી.
દમણ જિલ્લા પંચાયતમાં જાહેર બાંધકામ સમિતિના ચેરમેન સુધી પહોંચેલા શ્રી નવિનભાઈ પટેલના નસીબમાં જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ એક યા બીજા કારણોસર ઠેલાતુ રહ્યું હતું. પરંતુ હવે ભાજપ હાઈકમાન્‍ડને પણ તેમના ઈશારા પ્રમાણે ચાલે એવા નેતા તરીકે શ્રી નવિનભાઈ પટેલ ઉપર કળશ ઢોળવાનું લગભગ નિヘતિ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
બીજીબાજુ પ્રદેશ ભાજપે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી માટેના નિરિક્ષક તરીકે શ્રી મહેશભાઈ ગાવિતનીવરણી કરવામાં આવી છે. પરંતુ ભાજપ હાઈકમાન્‍ડે હજુ સુધી જિલ્લા પંચાયતના સભ્‍યોના સેન્‍સ પણ લીધા નહી હોવાથી પુરુષ ઉમેદવાર પૈકીના બાકી રહેલા એક માત્ર શ્રી નવિનભાઈ પટેલના નામ ઉપર હાઈકમાન્‍ડની સર્વ સહમતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

Leave a Comment