October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી છીરી, રામનગરના વાહન-ઘરફોડ ચોરી કરનાર બે ઈસમોને જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા

પારડી પોલીસ સ્‍ટાફને મળેલી બાતમીના આધારે આરોપી ઝડપાયાઃ વાહનો સાથે 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વલસાડ જિલ્લાના પારડી, વાપી, જીઆઈડીસી, ડુંગરા પોલીસ મથકોમાં ઘરફોડ, વાહનચોરીના નોંધાયેલા સાત ગુનાના નાસતા ફરતા બે ચોર આરોપીઓને પારડી અને એસ.ઓ.જી. પોલીસે સંયુક્‍ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી રૂા.1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો પોલીસ સુત્રો મુજબ એસ.ઓ.જી. સ્‍ટાફ અને પારડી પોલીસના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે બે રીઢા ચોર આરોપીને ઝડપી પાડવાની સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપી શીવમ કુંદનકુર્મી પટેલ(ઉ.ર0) હાલ રહે. છીરી રામનગર કુંદરભાઈની ચાલ મૂળ રહે. પ્રતાપનગર જિલ્લો યુ.પી. તથા રમેશ ઉર્ફે સોની જબ્‍બાર પ્રજાપતી રહે છીરી રામનગર વાપી મૂળ રહે. યુ.પી. પાસેથી પોલીસે રીક્ષા, પેપરબેગ, મશીન, ચાર ટુવ્‍હીલર અને બે નંગ મોબાઈલ મળી કુલ રૂા.1.76 લાખનો મુદ્દામાલ મેળવી કાયદેસરની ધરપકડ કરી હતી.
આરોપીઓ રીઢા ચોર-ગુનેગાર છે. અગાઉ તેઓ વાપી ટાઉન, ડુંગરા, જીઆઈડીસી પોલીસસ્‍ટેશનમાં 1પ જેટલા ગુના નોંધાયા છે. સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. સ્‍ટાફ અને પારડી પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ અને ફિલ્‍ડ વર્ક ગુના શોધી મોટી સફળતા મેળવી છે.

Related posts

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

વલસાડમાં દારૂ ઘૂસાડવાની લ્‍હાયમાં બુટલેગરે બે રાહદારી અને મોપેડને ટક્કર મારતા કાર પલટી ગઈ

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

વાપીથી શિવમ ગુમ થયો છે

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

Leave a Comment