October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

હવે સાંસદ ઉમેશભાઈ પટેલ લેસ્‍ટર લંડનમાં પણ દમણ જિલ્લા કોળી પટેલ સમાજનું સંગઠન ઉભું કરશે

શનિવારે લેસ્‍ટરના સનાતન મંદિર ખાતે દમણ જિલ્લાના કોળી પટેલ સમાજની બેઠકનું કરેલું આયોજન

દમણ જિલ્લાના હજારો કોળી પટેલ સમાજના લોકો લેસ્‍ટર-લંડનમાં સ્‍થાયી થયા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે લંડનના લેસ્‍ટરમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સંગઠન માટે આગામી શનિવાર તા.14મી સપ્‍ટેમ્‍બરે લેસ્‍ટરના સનાતન મંદિર ખાતે એક બેઠકનું આયોજન કર્યું છે.
દમણ જિલ્લાના કોળી સમાજની મોટી વસતી લેસ્‍ટર-લંડનમાં સ્‍થાયી થયેલ છે. તેમની વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે એક પ્‍લેટફોર્મ ઉપર લાવવા સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કોળી પટેલ સમાજના સંગઠનની પહેલ કરી છે. જે અંતર્ગત આગામી શનિવારે લંડનના સમય મુજબ સાંજે 4:30 કલાકે લેસ્‍ટરના સનાતન મંદિર, 84 વેમાઉથ સ્‍ટ્રીટ-લંડન ખાતે શ્રી દમણ જિલ્લા કોળી પટેલના લોકોની બેઠકનું આયોજન કર્યું છે.
અત્રે યાદ રહે કે, દમણ અને દીવ લોકસભાની ચૂંટણીમાં પણ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજે મહત્ત્વની નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. હવે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ લંડનના લેસ્‍ટરમાં પણ કોળી પટેલ સમાજને એક છત નીચે લાવી તેમને સંગઠિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

vartmanpravah

વાપી જીઈબીના એન્‍જીનીયરને અકસ્‍માત નડયો : પારડી હાઈવે ઓવરબ્રિજ ડિવાઈડરમાં કાર ભટકાઈ

vartmanpravah

કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment