October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

પોલીસે દારૂ સાથે રૂા.18.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલકની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ રૂરલ પોલીસે મળેલી બાતમી આધારે વલસાડ અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં કન્‍ટેનરમાં છુપાવીને લઈ જવાતો રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર ઝડપી પાડયું હતું.
વલસાડ રૂરલ પોલીસે હાઈવે ઉપર વાહનો ચેકીંગ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન સુરત તરફ જતાહાઈવે ઉપર કન્‍ટેનર નં.જીજે 23 એટી 3622 ને અટકાવી ચેકીંગ કરાયું હતું. કન્‍ટેનરમાં વોટર ફિલ્‍ટરની આડમાં છુપાવાયેલ 3960 બોટલ દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. દારૂની કિંમત રૂા.10.62 લાખ તથા કન્‍ટેનર મળી પોલીસે રૂા.18.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોીલસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કન્‍ટેનર ચાલકની ધરપકડ કરી હતી. રૂરલ પોલીસને દારૂનો વિપુલ જથ્‍થો ઝડપી પાડવાની સફળતા મળી હતી. ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે, બાકી છાશવારે દારૂની હેરાફેરી કરતા વાહનો રોજેરોજ પકડાઈ રહ્યા છે.

Related posts

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

ફાતિમા સ્‍કૂલ ખાતે આજે પોસ્‍કો એક્‍ટ અંગેનો કાનૂની શિબિર

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

Leave a Comment