(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પટેલ તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં શ્રી સંજયભાઈ જે.પટેલ જેઓની સેલવાસ-1થીકિલવણી અને રાંધા, શ્રી નિરલકુમાર એમ.પટેલને સેલવાસ2થી માંદોની, શ્રી સંજયભાઈ બી.પરમારની દાદરાથી દૂધની, શ્રી શશાંક એન.કહારની નરોલીથી દાદરા, શ્રી ચંદુભાઈ જે.પટેલની કિલવણી અને રાંધાથી દપાડા, શ્રી મહેશ એસ. ભોયાની દપાડા દૂધનીથી સેલવાસ-2, શ્રી અશ્વિન વાલાની માંદોનીથી સેલવાસ-1, અને શ્રી રાજન એસ.ગાવિતની બદલી મામલતદાર સેલવાસથી નરોલી પંચાયતમાં કરવામાં આવી છે.

