April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

  • જ્જ આ પ્રદર્શનનું આયોજન નેશનલ કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ મ્‍યુઝિયમ્‍સ (ફઘ્‍લ્‍પ્‍) દ્વારા વિજ્ઞાન પ્રસાર, વિજ્ઞાન અને ટેક્‍નોલોજી વિભાગ, ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્‍યું છે

  • આ પ્રદર્શન વિજ્ઞાન અને ટેક્‍નોલોજી ક્ષેત્રે ભારતની સિદ્ધિઓને પ્રકાશિત કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.22

આજે તા.22મી ફેબ્રુઆરી, 2022ના રોજ ‘સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓ’ શીર્ષકવાળા પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શ્રી નરેન્‍દ્ર કે. શાહ, ડાયરેક્‍ટર, એન્‍ડ સાઇટ મેનેજર, બાયર પ્રા.લી. વાપી અને સદસ્‍ય, સ્‍થાનિક સલાહકાર સમિતિ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર દ્વારા કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર, નેશનલ કાઉન્‍સિલ ઓફ સાયન્‍સ મ્‍યુઝિયમ્‍સ (ફઘ્‍લ્‍પ્‍), વિજ્ઞાન પ્રસાર, વિજ્ઞાન અને ટેક્‍નોલોજી વિભાગ, સરકારના સહયોગથી ભારત આઝાદી કા અમૃત મહોત્‍સવના ભાગ રૂપે ‘સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓ’ રાષ્ટ્રવ્‍યાપી પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શન દેશમાં 75 સ્‍થળોએ એકસાથે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું. જેમાં જવાહરલાલ નહેરુ સ્‍ટેડિયમ, નવી દિલ્‍હી ખાતેનું મુખ્‍ય પ્રદર્શન અને ફઘ્‍લ્‍પ્‍ હેઠળના સાત વિજ્ઞાન કેન્‍દ્રોનો સમાવેશ થાય છે;વધુમાં, તે ફઘ્‍લ્‍પ્‍ હેઠળના અન્‍ય વિજ્ઞાન કેન્‍દ્રોમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્‍યું.
માહિતીપ્રદ વિઝ્‍યુઅલ અને ગ્રાફિકની મદદથી વાર્તા કથનના રૂપમાં આ પ્રદર્શન મુલાકાતીઓને સ્‍વતંત્ર ભારતમાં વિજ્ઞાન અને ટેક્‍નોલોજીની સાડા સાત દાયકાની સફરમાં લઈ જાય છે, જેમાં સ્‍વદેશી વિકાસ અને આત્‍મનિર્ભરતા તરફની કૂચ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. પેનલ લ્‍્રૂવ્‍માં ભારતના વિકાસ અને સંશોધનના સીમાચિહ્નોને પ્રકાશિત કરે છે, વિજ્ઞાન અને ટેક્‍નોલોજીની જાહેર સમજને આગળ વધારશે અને આ રીતે સમાજમાં વૈજ્ઞાનિક જાગૃતિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના પેદા કરશે. વાર્તા સંપૂર્ણ નથી, પરંતુ માત્ર સૂચક છે. પ્રદર્શનમાં નીચેના વિભાગો છેઃ
(1) ભારતનો વૈજ્ઞાનિક વારસો (2) ભારતે આઝાદી જીતી (3) કૃષિ (4) સિંચાઈ (5) ભારે ઉદ્યોગ (6) કેમિકલ ઉદ્યોગ (7) મધ્‍યમ અને લઘુ ઉદ્યોગ (8) ઉર્જા ઉત્‍પાદન (9) ન્‍યુક્‍લિયર પાવર ક્ષમતા (10) ગ્રામીણ વિકાસ અને યોગ્‍ય ટેકનોલોજી (11) ખગોળશાષા અને એસ્‍ટ્રોફિઝિક્‍સ (12) અવકાશ ટેકનોલોજી (13) સંરક્ષણ સંશોધન (14) ટેલિકોમ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ ક્રાંતિ (15) માહિતી ટેકનોલોજી (16) મેડિકલ સાયન્‍સ અને હેલ્‍થકેર (17) કોવિડરસીકરણઃ સફળતાની વાર્તા (18) બાયોટેકનોલોજી (19) સમુદ્રશાષા (20) પરિવહન (21) આબોહવા પરિવર્તન અને પર્યાવરણ (22) લ્‍્રૂવ્‍માંમાનવ સંસાધન અને (23) માઈલસ્‍ટોન્‍સ.
આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પ્રજ્ઞેશ રાઠોડ એજ્‍યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલ પ્રદર્શન વિષેની માહિતી આપી હતી.
સમારોહના મુખ્‍ય અતિથિ શ્રી નરેન્‍દ્ર કે. શાહ, ડાયરેક્‍ટર, એન્‍ડ સાઇટ મેનેજર, બાયર પ્રા. લી. વાપી અને સદસ્‍ય, સ્‍થાનિક સલાહકાર સમિતિ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરએ બાળકોને વિજ્ઞાન અને ટેક્‍નોલોજીનો રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે, ‘‘ણ્‍ફર્ૂીશ્રદ્દત્ર્ શ્‍ંશ્વ ર્ીશ્રશ્ર, ણ્‍યઁફિંૂશ્વ શ્‍ંશ્વ ઁંઁફૂ” વાળો સમાજ અને ‘‘લ્‍ણૂશફૂઁણૂફૂ શ્‍ંશ્વ ર્ી ગ્‍ફૂદ્દદ્દફૂશ્વ ન્‍શશ્‍ફૂ” કેવી રીતે કરી શકાય એના માટે આપણે સૌ મળીને કામ કરી શકીએ. ક્ષ્ફૂશ્વં ચ્‍ળશતતશંઁ વાળી પ્રોડક્‍ટ વગેરે ઉપર માહિતી આપી હતી. ભારતે આઝાદીના 75 વર્ષમાં કૃષિ ઉદ્યોગ, ઉર્જા, અંતરિક્ષ ટેક્‍નોલોજી, સંરક્ષણ,મેડિકલ સાયન્‍સ, કોવિડ રસીકરણ, પોલિયો મુક્‍ત ભારત વગેરે બાબતોમાં જે હરણફાળ ભરી છે એના વિષે બાળકોને ખૂબ જ ઉપયોગી એવું પ્રેરણાદાયી વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું. આ ઉપરાંત બાળકોને શાળામાં ભણેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને નવું સંશોધન કઈ રીતે કરી શકાય એનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્‍યું.
આજના આ પ્રદર્શનના ઉદ્‌ઘાટન સમારોહમાં શ્રી નરેન્‍દ્ર કે. શાહ, ડાયરેક્‍ટર, એન્‍ડ સાઇટમેનેજર, બાયર પ્રા. લી. વાપી અને સદસ્‍ય, સ્‍થાનિક સલાહકાર સમિતિ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર, શ્રી પ્રમોદ પટેલ, બાયર પ્રા. લી. વાપી શ્રી ધર્મેન્‍દ્રસિંહ પરિહાર, ડો. ઇન્‍દ્રા વત્‍સ, ક્‍યુરેટર ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ, શ્રી રામ યાદવ, બ્રાન્‍ચ મેનેજર, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા ધરમપુર, એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ, ધરમપુરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રદર્શન બાળકોને આપણા ભારતની વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓને ખૂબ જ સરસ રીતે દર્શાવે છે. તદુપરાંત, આપના દેશે છેલ્લા 75 વર્ષમાં દરેક વિભાગમાં ઉત્તરોતર થયેલી પ્રગતિનું ઉત્‍કૃષ્ઠ ચિત્રાત્‍મક વર્ણન આવરી લેવામાં આવ્‍યું છે.
અઠવાડિયા સુધી ચાલનારૂં આ પ્રદર્શન આજરોજ ખુલ્લું મુકવામાં આવ્‍યું હતું જે 28 ફેબ્રુઆરી, 2022ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ સમાપ્ત થશે. પ્રદર્શનને કેટલાક આઉટરીચ કાર્યક્રમો સાથે પૂરક કરવામાં આવશે; ફિલ્‍મ શો (લ્‍્રૂવ્‍ પર દસ્‍તાવેજી) વગેરે.
નવી દિલ્‍હી ખાતે, નેશનલ સાયન્‍સ સેન્‍ટર, દિલ્‍હી, ફઘ્‍લ્‍પ્‍નું ઘટક એકમ, 22થી 28 ફેબ્રુઆરી, 2022 દરમિયાન જવાહરલાલ નેહરુ સ્‍ટેડિયમ ખાતે યોજાનાર ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રદર્શન સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવેલછે.

Related posts

ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

Leave a Comment