Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા બુધવારે સરકારી હાઈસ્‍કૂલ, ડાભેલ ખાતે કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભારતસરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સ્‍વાયત્ત સંસ્‍થા નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સરકારી હાઈસ્‍કૂલ ડાભેલના બાળકોને કારકિર્દી માર્ગદર્શન અને નાણાંકીય સાક્ષરતા વિશે વ્‍યાખ્‍યાન આપવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્‍થિત નહેરુ યુવા કેન્‍દ્ર, દમણના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્‍યું હતું કે, આ ગતિશીલ સમાજ અને ઝડપથી બદલાતી ટેકનોલોજીમાં કારકિર્દીની અમર્યાદિત તકો છે.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના મુખ્‍ય શિક્ષક પી.આર.ટંડેલે સૌનું સ્‍વાગત કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે કારકિર્દીની પસંદગીએ વિદ્યાર્થીના જીવનમાં મહત્‍વનો તબક્કો છે, તેથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને પ્રેરક જેવા સત્રો જરૂરી છે. કારકિર્દી માર્ગદર્શન નિષ્‍ણાત તરીકે ઉપસ્‍થિત શ્રી નયન ચૌધરીએ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અને રુચિ અનુસાર કારકિર્દી પસંદ કરવા પ્રરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મેડિકલ, એન્‍જિનિયરિંગ, કાયદો અને અન્‍ય ઉભરતા કારકિર્દી વિકલ્‍પો વિશે જણાવ્‍યું હતું.
આ દરમિયાન ભારતીય સ્‍ટેટ બેંકના નાણાંકીય સાક્ષરતા કેન્‍દ્રમાંથી ઉપસ્‍થિત ભગવતીએ વિદ્યાર્થીઓને ડિજિટલ બેંકિંગ સિસ્‍ટમને લગતી પ્રાથમિક માહિતી આપી હતી. તમામ વિદ્યાર્થીઓને કારકિર્દી પસંદગીને લગતીઆઈઈસી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો નિકિતા, અવિષેક, ધ્રુવ અને તોહાએ આ કાર્યક્રમના આયોજનમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

Leave a Comment