October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્‍વના 23 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્‍ય સરકાર દ્વારા થઈ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના સંદર્ભમાં વલસાડ જિલ્લા કલેક્‍ટર કચેરીખાતે કલેકટરશ્રી નૈમેષ દવે સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સમર્પિત ભાવથી ‘‘ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.
વલસાડ જિલ્લા પંચાયત ખાતે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જિલ્લા પોલીસવડાશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા અને તાલુકાની તમામ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત જિલ્લા તથા તાલુકાના નાગરિકો ઉત્‍સાહભેર જોડાયા હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જહા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, જિલ્લા આયોજન અધિકારી બી.સી.પટેલ, વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા સોલંકી, નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા, ડિઝાસ્‍ટર મામલતદાર નફીસા શેખ સહિત અધિકારી, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

Leave a Comment