June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના

નેતૃત્‍વમાં દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગ ફ્રેન્‍ડલી પર્યાવરણઃ અનિલ કુમાર સિંઘ
દાનહ અને દમણ-દીવમાં મેન્‍યુફેક્‍ચરિંગ હબ તરીકે ઉભરવાની પુરી ક્ષમતા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.

21
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નાની દમણ ભેંસરોડ ખાતે આવેલ કોળી સમાજના હોલમાં ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ભારત

સરકારના દિશા-નિર્દેશ હેઠળ વાણિજ્‍ય ઉત્‍સવ(એક્‍સ્‍પો)ને આજે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્‍યો

હતો.

આ પ્રસં

ગે દમણ-દીવના સાંસદશ્રી લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગો

આવતા અજવાળુ થયું છે અને ઉદ્યો

ગોના કારણે હજારો લોકોના ચુલા સળગી રહ્યા છે. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં

ઉદ્યોગો દ્વારા ઉત્‍પાદિત ચીજવસ્‍તુઓનું પ્રદર્શન દરેક પંચાયતોમાં રાખવા પણ પોતાનો વિચાર વ્‍યક્‍ત

કર્યો હતો.

સાંસદ

શ્રીલાલુભાઈ પટેલે ઉદ્યોગોના પ્રતિનિધિઓને ટકોર કરતા જણાવ્‍યું હતું કે, પ્રદેશના ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ બે

રોજગારને તમારી પાસે મોકલે તો તેના ઉપર સહાનુભૂતિ પૂર્વક નિર્ણય લઈ

રોજગારી મળે એવી વ્‍યવસ્‍થા કરવા પણ વિનંતી કરી હતી.

આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘે પોતાના વક્‍તવ્‍યમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસનના ઈન્‍ડસ્‍ટ્રીઝ ફ્રેન્‍ડલી અભિગમની વિગતવાર ઝાંખી પ્રસ્‍તુત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ઉદ્યોગ વિસ્‍તારના રસ્‍તાઓનું પણ અદ્યતનીકરણ થઈ રહ્યું છે. ઉદ્યોગોની સલામતિ માટે બનાવવામાં આવેલ સિક્‍યુરીટી પોર્ટલની પણ માહિતી આપી હતી. તેમણે પ્રશાસન દ્વારા લેવામાં આવી રહેલ કાળજીની પણ રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા ડાયરેક્‍ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) મુંબઈના ઝોનલ ડાયરેક્‍ટર ડો. સંપત્ત કુમારે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મેન્‍યુફેક્‍ચરિંગ હબ તરીકે ઉભરવાની પુરી ક્ષમતા રહેલી છે.
ભારત સરકારના વાણિજ્‍ય મંત્રાલયના ડાયરેક્‍ટર શ્રી એસ.ભારદ્વાજે જણાવ્‍યું હતું કે, ઉદ્યોગકારોની દરેક સમસ્‍યાનું સમાધાન કરવા સરકાર આગ્રહી છે. તેમણેનિકાસના પ્રોત્‍સાહન માટે ભારત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી અને જણાવ્‍યું હતું કે, ઘણાં એકમોને નિકાસની બાબતમાં યોગ્‍ય માહિતી નહીં હોવાથી તેઓ પોતાના ઉત્‍પાદનને વૈશ્વિક સ્‍તરે લઈ જઈ શકતા નથી તેવા તમામ ઉત્‍પાદકોને માર્ગદર્શન આપવા તેમણે તત્‍પરતા દર્શાવી હતી.
પ્રારંભમાં સંઘપ્રદેશના ઉદ્યોગ સચિવ શ્રીમતી એ.મુથમ્‍માએ સ્‍વાગત વક્‍તવ્‍ય આપ્‍યું હતું અને સમાપન વિધિ ઉદ્યોગ નિર્દેશક શ્રી ચૈતન્‍યએ કરી હતી. આ પ્રસંગે સિન્‍થેટિક્‍સ એન્‍ડ રેયોન ટેક્‍સટાઈલ એક્‍સ્‍પોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ મુંબઈના ચેરમેન શ્રી ધીરજ આર. શાહ, સેલવાસ ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંત પારેખ, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશ કુંદનાનીએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.
દમણના કોળી પટેલ સમાજ હોલમાં લગભગ 100 જેટલા ઉત્‍પાદનોનું પ્રદર્શન પણ લગાવવામાં આવ્‍યું હતું. જેનું સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘે નિરીક્ષણ કરી જરૂરી જાણકારી પણ મેળવી હતી.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણના કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ, ડીઆઈજી શ્રી વિક્રમ જીત સિંઘ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અધિકારીઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

એક વ્‍યક્‍તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્‍સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડ

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

Leave a Comment