(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સેલવાસ પોલીસ ચોકી ખાતે કાર્યરત એક હોમગાર્ડ શ્રી બુધુ એસ.બોરસાએ યોગી હોસ્પિટલ પાસે કિલવણી નાકા વિસ્તારમાં કંઈક હલચલ કરી રહેલ બે બાળકો પ્લાસ્ટિકની બેગ લઈને ડોકમરડી પુલ તરફ ભાગતા જોઈ શંકાના આધારે હોમગાર્ડે તેઓનો પીછો કર્યો અને તેને જોઈ બાળકો પણ જોરથી દોડવા લાગ્યા, એ છોકરાઓને એવું સમજાયું કે અમે પકડાઈ જશું તેથી પ્લાસ્ટિકની થેલી ફેંકીને ભાગી ગયા હતા. હોમગાર્ડના પગમાં ઈજા હોવાને કારણે તેઓને પકડી શક્યા નહોતા. બાળકોએ ફેંકેલી પ્લાસ્ટિકનીબેગ ચેક કરતા એમાંથી સેમસંગ કંપનીનો એક મોબાઈલ અને લેપટોપ મળી આવ્યું હતું. બાદમાં તપાસ કરતા આ લેપટોપ દિગનેશ એમ.ભંડારી, રહેવાસી વૃંદાવન સોસાયટી, સેલવાસ હોમગાર્ડ શ્રી બુધુ બોરસાની સુઝબુઝથી ચોરીની ઘટનાને રોકવામા આવી હતી.