October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ અન્‍વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્‍યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળી મકાનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્‍યાં રોજે-રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્‍ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવ્‍યા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કેગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્‍યક્‍તિઓ/ ઇસમોના પ્રવેશ ઉપર તાત્‍કાલિક અસરથી તા.15/03/2022 સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇ પણ વ્‍યક્‍તિ ભારતીય દંડસંહિતાની કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah

વાપી નૂતન નગરમાં હોલિકા દહન કરાયું

vartmanpravah

Leave a Comment