દેશનું નામ રોશન કરનાર ક્રિષ્ણા કદમ સફળતાનો શ્રેય પતિ મહેરાજભાઈ પટેલને આપ્યો છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડની તિથલ રોડ ઉપર રહેતી ગૃહિણીએ આકાશને આંબતી સફળતાની છલાંગ લગાવી છે. રશિયામાં યોજાયેલ વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પિયનશીપમાં જુદી જુદી સ્પર્ધાઓમાં બે ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ મેળવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે.
વલસાડ તિથલ રોડ ઉપર રહેતા એક સંતાનની માતા એવા ક્રિષ્ણા કદમે એક સામાન્ય ગૃહિણી તરીકે જીવન જીવી રહ્યા છે. પરંતુ જીવનમાં કંઈક શ્રેષ્ઠ કરવાની તમન્ના સાથે અથાગ પરિશ્રમ સાથે પાવર લિફટીંગની ટ્રેનિંગ શરૂ કરી હતી. પતિ મહેરાજભાઈ પટેલ અને કોચએ ક્રિષ્ણાબેનને સતત પ્રેરણા અને ઉત્સાહ આપતા રહ્યા હતા. અંતે રશિયામાં યોજાયેલ વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં તેઓએ ભાગલીધો હતો. સ્પર્ધાને અંતે 145 કી.ગ્રા. લિફટીંગ સહિત વિવિધ સ્પર્ધાઓમાં તેઓ બે ગોર્લ્ડ મેડલ અને ત્રણ રજત મેડલ મેળવી વિશ્વ રેકોર્ડ પણ નોંધાવ્યો છે. આ સફળતાનો યશ તેઓ પતિ મહેરાજભાઈને આપે છે. સાથે સાથે કોચની મહેનતને પણ બિરદાવી હતી.