
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.10: પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઈંગ્લિશ મીડિયમ કોલેજ દ્વારા T.Y.B.Sc ના વિદ્યાર્થીઓ માટે મિસ્કોસ સ્ટુડિયોની મુલાકાત યોજાઈ હતી. આ આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે, વિદ્યાર્થીને ભણતરમાં આવતાં વિષય અંતર્ગતવિદ્યાર્થીઓને જનરલ કેમિસ્ટ્રીમાં કોસ્મેટિક વિશે તેમનાં અલગ અલગ વિભાગો લિપસ્ટિક, કોમ્પેક પાઉડર, નેઈલ પેન્ટની બનાવટ અને તેમના કાર્યની માહિતી અપાઈ હતી. આ ઉપરાંત કંપનીના પ્રતિનિધિ શ્રી દેવેન પટેલ દ્વારા માહિતીની વિગતવાર ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીના સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. આ કંપનીમાં કોલેજના વિદ્યાર્થી માટે પ્રથમ વિઝિટ છે તેથી પૂરેપૂરૂં જ્ઞાન અને નેઇલ પેન્ટના વિવિધ કલર કોડ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આકાંક્ષા પટેલ અને ડૉ. અજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કંમ્પનીની વિઝિટ બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

